<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

અમેરિકાની વોલ સ્ટ્રીટમાં નીકળી દેશી સ્ટીઅલમાં જાન:જાનૈયાઓએ ડીજેના તાલ પર કર્યો ડાન્સ

નવી દિલ્હી: અમેરિકાના વોલ સ્ટ્રીટમાં દેસી સ્ટાઈલમાં ઢોલ-નગારા સાથે નીકળેલી જાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાનદાર ઈન્ડિયન વેડિંગની ઝલક જોવા મળી રહી છે. હવે આ વીડિયો પર યુઝર્સ પોત-પોતાના અંદાજમાં રિએક્શન આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @djajmumbai નામના હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં કેપ્શન આપ્યું છે કે, 'અમે 400 લોકોની જાન સાથે વોલ સ્ટ્રીટને જ બંધ કરી દીધી. શું કોઈએ આવું વિચાર્યું હશે? ચોક્કસપણે આવો જાદુ જીવનમાં એક વાર જ થાય છે. વાઈરલ વીડિયોમાં પરંપરાગત પોશાક પહેરેલા સેંકડો લોકોનું એક મોટું જૂથ વોલ સ્ટ્રીટ પર ડીજેના તાલ પર ઝૂમી રહ્યું છે. તમામ લોકો મસ્તીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ જોઈ શકાય છે કે, જાનૈયાની ભીડને કારણે આખી વોલ સ્ટ્રીટ બંધ થઈ ગઈ છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં ન્યૂ યોર્કના પ્રતિષ્ઠિત રસ્તા પર લગ્ન જશ્નમાં સામેલ લોકો દિલ ખોલીને નાચી રહ્યા છે. ભારતીય પોશાક પહેરેલા ઘણા લોકો ડીજેના તાલ પર નાચતા અને મસ્તી કરતા નજર આવી રહ્યા છે.

 

(6:02 PM IST)