News of Thursday, 29th May 2025
અમેરિકાની સહાયથી આવતા અન્નક્ષેત્રમાં પરિસ્થિતિ બની હૃદયદાવક

નવી દિલ્હી: સમગ્ર ગાઝા પટ્ટી ઇઝરાયલનાં આક્રમણથી ખેદાન-મેદાન થઇ ગઇ છે. તેમાં એક તરફ અસહ્ય ગરમી બીજી તરફ દુષ્કાળની પરિસ્થિતિ અને ત્રીજી તરફ ઇઝરાયેલ અટકાવેલા સહાય ટ્રકોને પરિણામે ત્યાં વસતા પેલેસ્ટાઇનીઓની હાલત હૃદય કંપાવનારી બની રહી છે. તેવામાં આખરે આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇ છેવટે ઇઝરાયલને ગાઝામાં સહાય ટ્રકો જવા દેવા પડયા. પરંતુ અનેક સ્થળોએ તો તે ટ્રકો તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા લોકો ટ્રકો પર ચઢી ગયા હતા અને ખાદ્યાનની લૂંટફાટ કરતા હતા. તેવામાં દક્ષિણ ગાઝામાં આવેલાં રફાર શહેરમાં તો હૃદય હલાવી દે તેવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં, ત્યાં અમેરિકાની સહાયથી ચાલતાં અન્નક્ષેત્રમાં તો પરિસ્થિતિ હૃદયદ્રાવક બની ગઇ હતી. ભૂખે મરતા હજ્જારો લોકો હાથમાં જે કોઈ વાસણ હોય તે લઇ અન્નક્ષેત્ર તરફ ધસી જતાં અંધાધૂંધી પ્રસરી રહી હતી. તે ધસારામાં ઓછામાં ઓછા ૪૭ તો ભારે ઇજાઓ થઇ હતી. ભૂખે મરતા લોકો હાથમાં જે વાસણ આવ્યું તે લઇ ધસી ગયા હતા અને ધસારો અટકાવવા ઊભી કરેલી આડશો તોડી આગળ ધસતા હતા. તેટલું જ નહીં પરંતુ આડશો પછી માટીથી બનાવેલી નીચી દિવાલો કૂદી કૂદી ધસી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી પ્રસરી રહી હતી. છેવટે મહાપ્રયત્નો શાંતિ સ્થાપી સહાય કાર્ય અન્ન ક્ષેત્ર ચાલુ રખાયું હતું.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
