તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
ફ્રાંસમાં ધૂમ્રપાન પર લગાવવામાં આવશે પ્રતિબંધ:75હજારથી વધુ લોકો દર વર્ષે પામે છે મૃત્યુ

નવી દિલ્હી: એક સમયે ધૂમાડાના ગ્લેમર અને સિનેમેટીક બળવા માટે જાણીતુ ફ્રાન્સ આજે નાટ્યાત્મક સાંસ્કૃતિક પરિવર્તનનો સામનો કરી રહ્યું છે. પહેલી જુલાઈથી સમુદ્રી તટો, પાર્ક, સ્કૂલ પ્રવેશદ્વારો, રમતના મેદાનો અને બસ સ્ટોપ સહિત બાળકો જ્યાં હાજર હોય તેવા મોટાભાગના જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મુકવામાં આવશે. આરોગ્ય મંત્રી કેથરીન વૌટ્રીને બાળકોના સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારના રક્ષણ માટે વ્યાપક કાયદાની જાહેરાત કરીને ફ્રેન્ચ સમાજમાં ઊંડા મૂળ જમાવી ચુકેલી તમાકુની વિરાસત સામે સાહિસક પગલુ લીધુ હતું.
ધૂમ્રપાન પર પ્રતિબંધનો નિર્ણય ફ્રાન્સના સિગારેટ સાથે લાંબા સમયના સંબંધના મૂળ પર પ્રહાર કરે છે. હાથમાં સિગારેટ સાથે બ્રિજિટ બારડોટ અને જીન પોલ બેલ્મોન્ડોની પ્રતિષ્ઠિત છબીઓએ અનેક પેઢીઓમાં ફ્રેન્ચ શૈલી, અવજ્ઞા અને કામુકતા વ્યાખ્યાકિત કરી. ફ્રેન્ચ સિનેમામાં પણ આ સાંસ્કૃતિક સંબંધનું પ્રતિબિંબ પડે છે. 2015થી 2019 સુધીની 90 ટકા ફિલ્મોમાં ધૂમ્રપાનના હોલીવૂડના દર કરતા બમણા દ્રશ્યો હતા. જો કે આ ગ્લેમર જીવલેણ સાબિત થયું.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
