તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
ટ્ર્મપે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારીને 50 ટકા કર્યો હોવાના સમાચાર

નવી દિલ્હી: ટેરિફ કિંગ ટ્રમ્પ ફરી ત્રાટક્યા છે. તેમણે અમેરિકામાં આવતા સ્ટીલ પરનો ટેરિફ ૨૫ ટકાથી બમણો કરી ૫૦ ટકા કરવાની જાહેરાત કરી છે. તેના કારણે હાઉસિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગોમાં વપરાશમાં લેવાતા સ્ટીલ આધારિત પ્રોડક્ટસના ભાવમાં વધારો થશે. તેની સાથે તેમણે એલ્યુમિનિયમ ટેરિફ પણ બમણો કરવાની અને બંનેનો બુધવારથી અમલ કરવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ટેરિફનો હેતુ અમેરિકન ઇસ્પાત ઉદ્યોગને વેગ આપવાનો છે. પેન્સિલ્વેનિયામાં યુએસ સ્ટીલ મૌન વેલી વર્કર્સ ઇરવિન પ્લાન્ટમાં બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફમાં વધારાથી સ્થાનિક ઉત્પાદકોને રક્ષણ મળશે અને અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે. તેમણે ચીનને ટાંકીને કટાક્ષમાં જણાવ્યું હતું કે અમેરિકાનું ભવિષ્ય શાંઘાઈના ઉતરતી કક્ષાના સ્ટીલ પર આધારિત રહેવાના બદલે પિટર્સબર્ગની તાકાત અને ગૌરવ સાથે બનાવવું જોઈએ. સરકારી આંકડા મુજબ ૨૦૧૮માં અમેરિકામાં પહેલી વખત સ્ટીલ પર ટેરિફ લગાવવામાં આવ્યા પછી સ્ટીલ ઉત્પાદકોની કિંમતમાં લગભગ ૧૬ ટકા વધારો થયો હતો. ટ્રમ્પ ફરીથી પ્રમુખ બન્યા પછી અમેરિકાના સ્ટીલના ભાવમાં ૧૬ ટકા સુધીનો વધારો અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. આ ભાવ હવે પ્રતિ મેટ્રિક ટન હજાર ડોલરને વટાવી જવાની નજીક છે. માર્ચના અંતે તે ૯૮૪ ડોલર હતા. આ ભાવ યુરોપના ૬૯૦ અને ચીનના ૩૯૨ ડોલર કરતાં વધારે છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
