તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
કોલેજની એક કેન્ટીનમાં મેનેજર જોઈએ છેઃ એ માટે PhD હોવું અનિવાર્ય
ચીનની સાઉથ-ઈસ્ટ યુનિવર્સિટીમાં કેન્ટીનમાં મેનેજરની જગ્યા માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી

બીજીંગ,તા.૦૩: કોઈ પણ વિષયમાં PhD એટલે કે ડોક્ટરેટની પદવી હાંસલ કર્યા પછી વ્યક્તિ કોઈ ઊંચા હોદ્દા પર કામ કરતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ ચીનમાં જાણે PhDની કોઈ કિંમત જ નથી. ચીનની સાઉથ-ઈસ્ટ યુનિવર્સિટીમાં કેન્ટીનમાં મેનેજરની જગ્યા માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી હતી. કેન્ટીનમાં મેનેજરની ભૂમિકામાં કામ કરવા માટે પણ આ યુનિવર્સિટીએ ઉમેદવાર પાસે ભ્ત્ર્ઝની ડિગ્રી માગી છે. આ મેનેજરનું કામ રહેશે રોજ વિભિન્ન વાનગીઓનું મેનુ તૈયાર કરવાનું, કેન્ટીન કોન્ટ્રેક્ટરને મૅનેજ કરવાનું, ફૂડ-સેફ્ટીનું ધ્યાન રાખવાનું અને જરૂરી એડ્મિનિસ્ટ્રેટિવ કામ કરવાનું. આ કામ માટે યુનિવર્સિટીએ ઉમેદવાર પાસેથી PhDની ડિગ્રીની આશા રાખી છે એ માટે લોકોમાં જબરો ગુસ્સો ફાટી નીકળ્યો છે. જો કોઈ વ્યક્તિ એક વિષયમાં ડોક્ટરેટ સુધી ભણે છે તો શું એ પછી તેણે કેન્ટીન સંભાળવાની છે?
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
