<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

માઉન્ટ એટના પર અચાનક જ્વાળામુખી ફાટતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: ઈટાલીનો માઉન્ટ એટના વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. તેની અંદર હંમેશા આગ ધધકતી રહે છે. વિશ્વભરમાંથી હજારો લોકો તેને જોવા માટે આવે છે. તાજેતરમાં જ ઘણા દેશોના પ્રવાસીઓ અહીં આવ્યા હતા અને ઘણા લોકો તેને જોવા માટે આવી પણ રહ્યા છે. ત્યારે જ અચાનક જ્વાળામુખી ફાટી નીકળ્યો અને ઠેક-ઠેકાણેથી ગરમ લાવા અને ગેસ અને ખડકોના વાદળો નીકળવા લાગ્યા. કુદરતનું આ દ્રશ્ય ભયાનક હતું. માઉન્ટ એટના જોવા આવેલા પ્રવાસીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવા લાગ્યા. બીજી તરફ જ્વાળામુખીથી દૂર રહેલા કેટલાક લોકોએ આ ભયાનક દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું, જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં જ્વાળામુખી ફાટવાનો ભયાનક અવાજ અને ધૂળ અને ધુમાડાના વિશાળ વાદળો જોઈ શકાય છે. કેવી રીતે વિસ્ફોટ પછી લાવા અને ધુમાડાના વાદળો ઝડપથી ફેલાઈ રહ્યા છે અને ત્યાં હાજર સેંકડો લોકો ત્યાંથી દૂર જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વીડિયોમાં જ્વાળામુખી ફાટ્યા બાદ ઘણી જગ્યાએથી લાવા અને ગરમ ગેસના વાદળો નીકળતા જોઈ શકાય છે. આ સાથે જ વિસ્ફોટથી ધરતીમાં થયેલા કંપનો પણ કેમેરામાં કેદ થયા હતા. વિસ્ફોટની સાથે આસપાસના સમગ્ર વિસ્તારમાં જોરદાર કંપનો થયા હતા અને પૃથ્વી જોરદાર ધ્રુજતી નજર આવી હતી.

 

(6:20 PM IST)