News of Friday, 6th June 2025
રશિયાએ યુક્રેન પર ડ્રોનથી માંડીને કર્યો બેલેસ્ટિક મિસાઇલથી હુમલો:આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી: રશિયાએ યુક્રેનના ઓપરેશન સ્પાઈડર વેબનો જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે, જેમાં અનેક દિશાઓમાંથી બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ હુમલો વ્યૂહાત્મક રીતે સંકલિત હતો અને રશિયાએ એકસાથે અનેક ટારગેટને નિશાન બનાવ્યા છે.
અહેવાલ મુજબ, યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન દ્વારા અનેક દિશાઓથી યુક્રેન પર હુમલો કર્યો છે. વાયુસેનાએ આ માહિતી તેની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર શેર કરી છે. હુમલા દરમિયાન રાજધાની કિવમાં અનેક સ્થળોએ વિસ્ફોટ અને આગ લાગવાની ઘટનાઓ બની હતી. કિવ સિટી મિલિટરી એડમિનિસ્ટ્રેશનના ચીફ તૈમૂર ટાકાચેન્કોના જણાવ્યા અનુસાર, કાટમાળ પડવા અને ડ્રોન હુમલાને કારણે અનેક ઇમારતોમાં આગ લાગી હતી. ટાકાચેન્કોએ આરોપ લગાવ્યો હતો કે રશિયાએ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે સોલોમ્યાન્સ્કી જિલ્લામાં એક બહુમાળી ઇમારતને નુકસાન થયું હતું.
આ દરમિયાન કિવના મેયર વિટાલી ક્લિત્સ્કોએ પણ હોલોસિવેસ્કી અને ડાર્નિટસ્કી જિલ્લામાં આગની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે રાજધાનીના ઓબોલોન ક્ષેત્રમાં યુક્રેનિયન વાયુ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવામાં આવી છે. ક્લિટ્સ્કોએ ટેલિગ્રામ પર ચેતવણી જારી કરીને કહ્યું કે રાજધાની પર હુમલો ચાલુ છે. શેલ્ટર હોમમાં રહો અને સતર્ક રહો.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
