તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને દેશ છોડવા માટે કરવામાં આવી આ ઓફર

નવી દિલ્હી: ભારતમાં યુએસ એમ્બેસીએ શનિવારે સવારે એક નવી એલર્ટ જારી કરી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ ચેતવણીની સાથે જ જેઓ અમેરિકા છોડવા ઈચ્છે છે તેમના માટે એક ઓફર પણ આપવામાં આવી છે. એમ્બેસી દ્વારા જારી કરાયેલી સત્તાવાર નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, 'અમેરિકામાં ગેરકાયદે રહેતા વિદેશી લોકોએ તરત જ દેશ છોડી દેવો જોઈએ. આ માટે તેમની પરિસ્થિતિઓના આધારે, તેમને યુએસ સરકાર તરફથી નાણાકીય અને અન્ય સહાય મળી શકે છે.'આ ઓફરનો લાભ લેવા ઈચ્છતા લોકોને ટ્રમ્પ વહીવટીતંત્રની 'CBP Home App' દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માટે રી-ડાયરેક્ટ કરવામાં આવ્યા છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
