<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રસોડામાં રહેતી આ વસ્તુઓને જો તમે પણ ડાયેટમાં સામેલ કરશો તો થશે અઢળક ફાયદો

નવી દિલ્હી: આયુર્વેદમાં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે. હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર એક એવો મસાલો છે જે આપણા રસોડામાં સરળતાથી મળી જાય છે. શિયાળાની સાથે ઉનાળામાં પણ હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળામાં હળદરનું સેવન કરવાથી ગરમી, ડિહાઈડ્રેશન અને ઋતુ પરિવર્તનથી બચી શકાય છે. આજે અમે તમને ઉનાળાની ઋતુમાં હળદરનું સેવન કરવાના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઉનાળાની ઋતુમાં વધુ પડતી ગરમીને કારણે ઈન્ફ્લેમેશન, સ્કિન પર ફોલ્લીઓ અને સાંધાના દુ:ખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હળદરમાં એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે બળતરા અને દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. પોતાના ડાયટમાં હળદરને સામેલ કરવાથી બળતરા ઓછી થઈ શકે છે, ખાસ કરીને એ લોકો જે ગરમીના સમયે સાંધામાં જડતા અથવા સ્નાયુઓમાં દુ:ખાવો અનુભવે છે.
ગરમ હવામાનમાં ઘણીવાર બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. હળદર ઈમ્યૂન સેલ્સ એક્ટિવિટીને વધારીને અને ખતરનાક જંતુઓ સામે લડીને તમારા શરીરની રક્ષાને વધારે છે. હળદરવાળું દૂધ પીવાથી અથવા તમારા ઉનાળાના પીણાંમાં એક ચપટી હળદર ઉમેરવાથી તમને મોસમી ઉધરસ, શરદી અને ડાયઝેસ્ટિવ ઈન્ફેક્શનથી બચવામાં મદદ કરી શકે છે.

 

(5:14 PM IST)