<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

આતંકવાદીઓ વધવા માટે પાકિસ્તાને ટ્રમ્પ પર ઢોળ્યો દોષનો પોટલો

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર બાદ અમેરિકામાં પોતાના દેશનો પક્ષ મૂકવા પહોંચેલા પાકિસ્તાની પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ અમેરિકન નીતિ પર જ સવાલ ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે, 'પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનામાં વધારા માટે અમેરિકા જવાબદાર છે. પોતાના નિવેદનમાં તેમણે અફઘાનિસ્તાનને લઈને અમેરિકાના એ નિર્ણય તરફ ઈશારો કર્યો, જે 2020માં ડોનાલ્ડ ટ્રમ્પે લાગુ કર્યો હતો.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, 'જે પ્રકારે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ઉતાવળમાં બહાર નીકળ્યું, તે દરમિયાન અનેક સંવેદનશીલ હથિયાર અફઘાનિસ્તાનમાં છૂટી ગયા હતા. તેમનો દાવો છે કે, આ હથિયાર હવે આતંકી સમુહના હાથે લાગી ગયા અને આંતકીઓ આ હથિયારનો ઉપયોગ પાકિસ્તાન સામે કરી રહ્યા છે. જેનાથી પાકિસ્તાનને ઘણું નુકસાન વેઠવું પડી રહ્યું છે.' પહલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં શરુ થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને અમેરિકાના હસ્તક્ષેપને લઈને મોટા દાવા કર્યા છે. પરંતુ, બિલાવલ ભુટ્ટો હવે દક્ષિણ એશિયામાં અમેરિકાની નીતિ પર સવાલ ઊભા કરે છે. તેમણે કહ્યું કે, 'અમે આતંકવાદ વિશે વાત કરીએ છીએ, અમે અફઘાનિસ્તાન વિશે વાત કરીએ છીએ, અમે અન્ય વસ્તુઓ વિશે વાત કરીએ છીએ. આ વિષય પર અમે પોતાના સંબંધોને છેલ્લાં થોડા દાયકાઓમાં ચર્ચા કરી. આ એવા મુદ્દા છે જે સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે પાકિસ્તાનના સંબંધો પર ભારે પડે છે.' 

 

(5:45 PM IST)