<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

કેનેડા લાગુ કરવા જઈ રહ્યું છે નવો નાગરિકતાનો કાયદો:જાણો ભારતીયોને થશે કેવી અસર

નવી દિલ્હી: હાલમાં જ કેનેડાએ ‘નવું નાગરિકતા બિલ’(New Citizenship Bill C-3)નો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ ડાયાબ દ્વારા ગુરુવારે સંસદમાં રજૂ કરાયેલા આ બિલમાં વારસાગત ધોરણે કેનેડિયન નાગરિકતા મેળવવાના વર્તમાન નિયમને નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે. વર્ષ 2009માં રજૂ કરાયેલા નિયમ મુજબ કેનેડાની બહાર જન્મેલા કોઈપણ કેનેડિયન નાગરિકના વિદેશમાં જન્મેલા કે દત્તક લેવાયેલા બાળકને કેનેડાની નાગરિકતા મળતી નહોતી. હવે આ નિયમમાં સુધારો કરવાની રજૂઆત કરાઈ છે. કેનેડાના વર્તમાન નાગરિકતા કાયદા મુજબ વારસાગત નાગરિકતા ફક્ત કેનેડામાં જન્મેલી પ્રથમ પેઢી સુધી જ મર્યાદિત છે. તેથી કેનેડાની બહાર જન્મેલા કોઈપણ કેનેડિયન નાગરિક પોતાની નાગરિકતા વિદેશમાં જન્મેલા (કે દત્તક લીધેલા) પોતાના બાળકને આપી શકતા નથી. વર્ષ 2009માં સંસદમાં રજૂ કરાયેલા આ કાયદામાં રહેલી ભૂલને સુધારવા માટે bill C-3 નામે પ્રસ્તાવ રજૂ કરાયો છે.

 

 

(5:46 PM IST)