<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

દક્ષિણ આફ્રિકામાં આવેલ ભીષણ પૂરના કારણોસર 6 વિદ્યાર્થી સહીત 50ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના પૂર્વી કેપ પ્રાંતમાં ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે આવેલા ભીષણ પૂરથી લગભગ 50 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ભારે ઠંડીને કારણે દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને બરફ પડ્યો હતો અને ત્યારબાદ વિનાશકારી પૂર આવ્યું હતું.
પૂર્વી કેપના પ્રીમિયર ઓસ્કાર માબુયાને જણાવ્યું હતું કે, 'પોલીસે મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. મૃતકોમાં છ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓ મંગળવારે નદી પાસે પૂરના પાણીમાં ફસાઈ ગયા બાદ તણાઈ ગયા હતા. અન્ય ચાર વિદ્યાર્થીઓ હજુ પણ ગુમ છે. પૂરને કારણે ઇસ્ટર્ન કેપ પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે. પૂરને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં કાર પૂરના પાણીમાં તણાઈ ગઈ છે.'દક્ષિણ આફ્રિકા આફ્રિકન ખંડના દક્ષિણ છેડે આવેલું છે. દક્ષિણ આફ્રિકા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની ત્રણ રાજધાની છે - પ્રિટોરિયા (વહીવટી રાજધાની), કેપ ટાઉન (વિધાનસભા રાજધાની) અને બ્લૂમફોન્ટેન (ન્યાયિક રાજધાની). દક્ષિણ આફ્રિકાની અંદાજિત વસ્તી 62થી 64 મિલિયનની વચ્ચે છે.

 

 

(6:10 PM IST)