તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
તાઈવાનની સ્વૈચ્છિક સંસ્થાઓએ 2030વોર ગેઇમ એક્સરસાઇઝ શરૂ કરી હોવાની માહિતી

નવી દિલ્હી: એક તરફ ચાઇનીઝ નેવલશિપ્પ તાઇવાનની પ્રાદેશિક જળસીમાનો ઉલ્લંઘન કરી રહ્યાં છે ત્યારે તાઇવાનની ૩ સ્વૈચ્છિક સંસ્થાઓએ ૨૦૩૦-વોર-ગેઈમ-એક્સર્સાઇઝ શરૂ કરી છે. આ યુદ્ધ રમતમાં એક તરફ ચાઈનીઝ નેવી રખાયું છે તેની સામે તાઇવાનીઝ, જાપાનીઝ અને અમેરિકન યુદ્ધ-નૌકાઓ છે.
આ અંગે 'ફોક્સ-તાઇવાન'ને જણાવ્યું હતું કે, આ યુદ્ધાભ્યાસ ચીન જેને ગ્રે-ઝોન (અસ્પષ્ટ વિસ્તાર) કહે છે, તેમાં આક્રમણ કરે છે.
આ યુદ્ધ રમત (યુદ્ધાભ્યાસ) એટલો તીવ્ર બની રહ્યો કે દૂરથી જોનારાને તો તે સાચુકલો જ લાગે.
ઉલ્લેખનીય તો તે છે કે આ યુદ્ધાભ્યાસ તાઈવાનની સરકારે પ્રેર્યો નથી તે તેઇપી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ ફાઉન્ડેશન (જે શૈક્ષણિક સંસ્થા છે) તેમની તેઇપી સ્થિત 'થિંક-ટેન્ક' એન્ટર ફોર પીસ એન્ડ સિક્યોરિટી તથા કાઉન્સીલ ઓન સ્ટ્રેટેજિક એન્ડ વોર-ગેઈમીંગ સ્ટડીઝ (સી.એસ.ડબલ્યુ.એસ) દ્વારા યોજાઈ રહી છે. આ ત્રીજી સંસ્થા વાસ્તવમાં એક 'રીસર્ચ ઈન્સ્ટીટયુટ' છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
