News of Friday, 13th June 2025
ઓએમજી....હવામાં ઉડ્યા પછી ગાયબ થઇ ગયા છે વિશ્વના આટલા વિમાનો

નવી દિલ્હી: અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના મોત થયા હતા. અમદાવાદથી લંડન માટે ઉડાન ભરેલાં વિમાન મેઘાણીનગર રહેણાંક વિસ્તારમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. વિમાનમાં મૃત્યુ પામેલા લોકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિધન થયું છે. સમગ્ર અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો હતો, જેની સારવાર ચાલી રહી છે. પરંતુ આજે તમને એ વિમાનો વિશે વાત કરવી છે જે વિમાનોએ ઉડાન ભરી હતી પરંતુ હવામાં ગાયબ થઈ ગયા હતા જેની આજ સુધી કોઈ સંભાળ મળી નથી. 1. વર્ષ 2014માં મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH370 કુઆલાલંપુરથી બેઇજિંગ માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં કુલ 239 મુસાફરો હતા. ઉડાન દરમિયાન તે વિયેતનામના હવાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું અને પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે, આજ દિવસ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
5. ડિસેમ્બર 1945ના રોજ ફ્લોરિડામાં તેના બેઝ પરથી 14 પાઇલટ્સ સાથે એક નિયમિત તાલીમ ફ્લાઇટે ઉડાન ભરી હતી, પરંતુ થોડા સમય પછી તેનો બેઝ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. તેને શોધવા માટે એક વિમાન મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં આજ દિવસ સુધી કંઈ મળ્યું ન હતું. 6. .2 જુલાઈ 1955ના રોજ ફ્લાઇટ 914 A ન્યૂયોર્કથી મિયામી માટે ઉડાન ભરી હતી, પરંતુ આ વિમાન પણ હવામાં ગાયબ થઈ ગયું હતું. આ વિમાનમાં કુલ 57 મુસાફરો સવાર હતા. જેનો આ દિવસ કોઈ પત્તો નથી.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
