News of Friday, 13th June 2025
ઇઝરાયલે કરેલ હુમલામાં ઇરાનના બે ટોપ કમાન્ડરના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. ઈઝરાયલી સેનાએ ઇરાનની રાજધાની તેહરાન પર બોમ્બમારો કર્યો હતો. આ ઉપરાંત ઈઝરાયલે ઇરાની સૈન્ય અને પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવે છે કે, આ હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર હુસૈન સલામી પણ માર્યા ગયા છે. આ ઉપરાંત ઈરાનના લશ્કરી વડા મોહમ્મદ બાઘેરી, લશ્કરના ટોચના અધિકારીઓના અન્ય સભ્યો અને પરમાણુ વૈજ્ઞાનિકો પણ આ હુમલામાં માર્યા ગયા છે. ઈઝરાયલે શુક્રવારે સવારે જ કહ્યું કે અમે ઈરાન પર હુમલો કરી દીધો છે. ઈરાનના તહેરાનમાં ઠેર ઠેર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલે ઈરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વિજ્ઞાનીઓ ઉપર પણ હુમલો કર્યો હતો.
ઈરાન પણ હવે ઈઝરાયલના આ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને શાળાઓ અને ઓફિસો બંધ રાખવા કહેવાયું છે. લોકોને બંકરોમાં છુપાવા કહેવામાં આવ્યું છે. ઈઝરાયલ અગાઉ બે વખતની જેમ ભયાનક રીતે મિસાઈલ હુમલા કરી શકે છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
