News of Friday, 13th June 2025
તાઈવાનમાં 5.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: તાઈવાનમાં બુધવારે સાંજે ૫.૯ અંકનો ભૂકંપ આવ્યો હતો. યુનાઈટેડ સ્ટેટસ જીયોલોજિકલ સર્વે આ માહિતી આપતા જણાવે છે કે પ્રાથમિક અહેવાલો પ્રમાણે તો ભૂકંપ ૨૯ કિ.મી.ની ઉંડાઈએ થયો હતો. પરંતુ પછીથી જાણવા મળ્યું છે કે તે માત્ર ૧૦ કિ.મી.ની ઉંડાઈએ જ થયો હતો. આટલી ઓછી ઊંડાઈએ થતા ધરતીકંપોની મૃદાવરણનાં પોપડા ઉપર ભારે અસર થતી હોય છે.
યુનાઈટેડ સ્ટેટસ જીયોલોજિકલ સર્વે (યુએસજીએસ) વધુમાં આગળ જણાવે છે કે આ ભૂકંપ હુઆલિયન શહેરથી દક્ષિણે આશરે ૭૧ કિ.મી. (૪૪.૧ માઈલ) નીચે થયો હતો.
ઉલ્લેખનીય છે કે તાઈવાન પેસિફિક ઓશન ફરતી રિંગ ઓફ ફાયરમાં આવૃત્ત છે. તેથી ત્યાં ઘણીવાર ભૂકંપ થાય છે. મહત્વની બાબત તે છે કે ૨ કરોડ ૩૦ લાખની વસ્તી ધરાવતા આ ટાપુ રાષ્ટ્રની પશ્ચિમ તરફે સઘન વસ્તી રહેલી છે. પરંતુ હુમાલિયન શહેરમાં બહુ વસ્તી નથી.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
