<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

જાણો બોઇંગના કુખ્યાત ઇતિહાસ વિશે

નવી દિલ્હી: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઈ જતાં વિમાનમાં સવાર 241 લોકો માર્યા ગયાના સમાચાર છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલટ સહિત 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. જેમાંથી માત્ર એક જ મુસાફર જીવતો બચી શક્યો. ક્રેશ થનાર વિમાન બોઇંગ કંપનીનું ‘ડ્રીમલાઇનર 787’ હતું. આ કંઈ પહેલો કિસ્સો નથી જ્યારે બોઇંગ વિમાન ક્રેશ થયું હોય. આ અગાઉ પણ બોઇંગ વિમાનો ઘણી વખત ક્રેશ થયા છે, જેને લીધે આ વિમાનની સલામતી બાબતે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
-    29 ઑક્ટોબર, 2018ના રોજ ઇન્ડોનેશિયામાં બોઇંગ 737ની ‘લાયન એર ફ્લાઇટ 610’ ટેક ઑફ પછી તરત જ જાવા સમુદ્રમાં ક્રેશ થતાં 189 લોકોના મોત થયા હતા.
-    10 માર્ચ 2019ના રોજ બોઇંગ 737 મેક્સ 8 વિમાને ઈથોપિયાના બોલે ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી કેન્યાના નૈરોબી જવા ઉડાન ભરી હતી. ટેક ઑફની છ મિનિટ પછી તે ક્રેશ થઈ જતાં તેમાં સવાર તમામ 149 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો મૃત્યુ પામ્યા હતા.
આ ઉપરાંત પણ ભૂતકાળમં બોઇંગ વિમાનોને ખૂબ અકસ્માત થયા હતા, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અત્યાધુનિક ટૅક્નોલૉજીથી સજ્જ બોઇંગ 737 મેક્સ વિમાનો પણ ક્રેશ થઈ રહ્યા હોવાથી તેની તપાસ કરવામાં આવી ત્યારે ‘મેન્યુવરિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓગમેન્ટેશન સિસ્ટમ’ (MCAS) સંબંધિત સમસ્યા બહાર આવી હતી. આ સિસ્ટમના ઉપયોગથી મેન્યુઅલ લેન્ડિંગ પરની નિર્ભરતા ઓછી થઈ ગઈ હતી, પણ પાયલટ્સને તેના વિશે વધુ માહિતી આપવામાં આવી ન હતી. 2018ના ઇન્ડોનેશિયાના અને 2019ના બોઇંગ 737 વિમાન અકસ્માત બાદ આ શ્રેણીના વિમાનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. એ પછી તેને અપડેટ કરીને બોઇંગ 737-800ના નામથી કાર્યરત કરવામાં આવ્યું હતું.

 

(5:13 PM IST)