News of Friday, 13th June 2025
ઈરાન પર ઇઝરાયલે કરેલ હુમલાને પગલે એર ઇન્ડિયાએ અનેક ફ્લાઇટ ડાઇવર્ટ કરી હોવાના સમાચાર

નવી દિલ્હી: મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ એક મોટું લશ્કરી ઓપરેશન 'રાઇઝિંગ લાયન' શરુ કરતાં ઈરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઇઝરાયલે આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે અમે ઈરાનમાં પરમાણુ અને સૈન્ય મથકોને નિશાન બનાવીને હુમલા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાન ખુદ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું છે. એવામાં ઈરાન પણ હવે ઇઝરાયલના આ હુમલાનો જડબાતોડ જવાબ આપી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ઇઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને શાળાઓ અને ઑફિસો બંધ રાખવા કહેવાયું છે. આવી સ્થિતિમાં એર ઇન્ડિયાએ ઈરાનની પરિસ્થિતિ અને ત્યારબાદ તેના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે, નીચેની ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી રહી છે અથવા તેમના મૂળ સ્થાન પર પાછી મોકલવામાં આવી રહી છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતાં તણાવ અને લશ્કરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, 'વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બધા ભારતીય નાગરિકોએ સતર્ક રહેવું. તેમજ ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવું.'
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
