તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th June 2025
ઇઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી આ એડવાઈઝરી

નવી દિલ્હી: ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર ભયાનક હુમલા કરી રહ્યા છે, જેમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે ભારતીય દૂતાવાસે બંને દેશોમાં રહેતા ભારતીયોની ચિંતા વ્યક્ત કરી એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયો કટોકટી સમયે ભારતીયો દૂતાવાસનો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે. દૂતાવાસે કહ્યું છે કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સ્થિતિ વણસી છે, જેના કારણે ભારતીયોએ સાવચેત રહેવાની જરૂર છે. ભારતીય દૂતાવાસ (Indian Embassy)ની એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ઈઝરાયલ-ઈરાન વચ્ચે સ્થિતિ તંગ બની ગઈ છે, જેના કારણે ત્યાં રહેતા ભારતીયોએ ઘરમાંથી બહાર જવાનું ટાળવું જોઈએ. કોઈપણ ભારતીય ઈમરજન્સી કામ વગર ઘરમાંથી બહાર ન નીકળે. કોઈપણ નવી સૂચના કે આદેશની માહિતી મેળવવા માટે ભારતીય દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું રાખે. જો કોઈ ઈમરજન્સી ઉભી થાય તો ભારતીય દૂતાવાસના મોબાઈલ નંબર 9128109115 અને 9128109109 પર સંપર્ક કરવા પણ એડવાઈઝરીમાં કહેવાયું છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
