<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

ચીનમાં ભારે વરસાદના કારણોસર શાળાઓ બંધ કરવામાં આવી:અનેક ફ્લાઇટો થઇ કેન્સલ

નવી દિલ્હી: ચીનના હૈનાન દ્વીપના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણકટીબંધીય તોફાનને કારણે પડેલા ભારે વરસાદને પગલે સત્તાવાળાઓએ હજારો લોકોને બચાવ્યા હતાં, શાળાઓ બંધ કરી દીધી હતી અને ફલાઇટો કેન્સલ કરી હતી. હવે આ તોફાન દેશના દક્ષિણ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
એક ચાઇનીઝ ન્યૂઝ આઉટલેટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ફોટાઓમાં હૈનાનના એક લોકપ્રિય સમુદ્ર તટીય રિસોર્ટ સાન્યા શહેરમાં એક નિર્માણાધીન સ્થળ પર ધરાશયી થયેલા વૃક્ષો જોવા મળે છે.
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સાન્યામાં તમામ શાળાઓ, નિર્માણ સ્થળ અને પર્યટન માટેના સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે તથા શહેરના એરપોર્ટ પર ફલાઇટ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

 

(5:40 PM IST)