તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
ઇઝરાયલે કરેલ હુમલામાં ઇરાનના ઇન્ટેલિજન્સ પ્રમુખનું મૃત્યુ થયું હોવાના સમાચાર

નવી દિલ્હી: ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ઈન્ટેલિજન્સ વિભાગના પ્રમુખ બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કાઝમી અને તેમના ડેપ્યુટી જનરલ હસન મોહકિક તહેરાન પર ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા છે.
ઈઝરાયલે ઓપરેશન રાઈઝિંગ લાયન હેઠળ શરૂ કરેલું આક્રમણ ત્રીજા દિવસમાં પ્રવેશતા હવે બંને દેશ પૂર્ણ સ્તરના યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોવાની આશંકા ઊભી થઈ રહી છે. ઈઝરાયલે રવિવારે દક્ષિણ ઈરાનમાં દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ, સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય અને પરમાણુ મથક પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડયું હતું. ઈઝરાયલે દાવો કર્યો કે તે એક ક્ષણ માટે પણ રોકાશે નહીં અને તહેરાન પર હુમલા ચાલુ રાખશે. ઇઝરાયલના હુમલામાં ઇરાનમાં 406 લોકોનાં મોત અને 654થી વધુ ઘાયલ થયા છે. બીજીબાજુ ઈરાને પણ ઓપરેશન ટ્રુ પ્રોમિસ-3 હેઠળ ઈઝરાયલના અનેક શહેરો પર બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો, જેમાં 13 લોકોનાં મોત થયા હતા અને 130થી વધુને ઈજા પહોંચી છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
