તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
ઓફિસમાં નાસ્તો કરશો અને અરીસામાં જોશો તો થશે ૨૩૦૦૦નો દંડ
તમે જ્યાં પણ કામ કરો છો ત્યાં ઘણા નિયમો હશે પરંતુ આ નવો નિયમ એટલો વિચિત્ર છે કે કંપનીને તાનાશાહનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે

બીજીંગ,તા.૧૮: ઇતિહાસમાં તાનાશાહીની ઘણી કહાનીઓ છે. તાનાશાહ એટલે સરમુખત્યારશાહીઓ તેમના વિચિત્ર નિયમોને કારણે ખૂબ જ કુખ્યાત થયા હતા, જેનાથી જનતા પરેશાન થતી હતી. સરમુખત્યારશાહી તો ગયા પણ એવું લાગે છે કે જાણે કોઈ કંપની પર સરમુખત્યારશાહીનું ભૂત સવાર થઈ ગયું છે કારણ કે આ કંપનીએ એવો નિયમ લાગુ કર્યો છે જે મૂર્ખતા સિવાય બીજું કંઈ નથી. આ નિયમ વિશે જાણીને ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો છે. એટલું જ નહીં લોકો આ કંપનીને ખરીખોટી પણ સંભળાવી રહ્યા છે.
હા, અમે એક ચીની કંપની વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં કામ કલાક વચ્ચે અરીસામાં જોવું અને નાસ્તો ખાવા પર રોક લાગુ કરવામાં આવ્યું છે. હોંગકોગ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની મેન વાહ હોલ્ડિંગ લિમિટેડના મેનેજરે કર્મચારીઓ માટે નોટિસ જારી કરી હતી.
સાઉથ ચાઇના ર્મોનિંગ પોસ્ટના અહેવાલ મુજબ, જે લોકોએ તેનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે કર્મચારીઓ માટે ઓવરટાઈમ ફરજિયાત કરવામાં આવ્યો. એટલું જ નહીં, દિવસમાં છ વખત કામ પર આવવાનું કહેવામાં આવ્યું.
કંપનીએ કહ્યું કે, કેટલાક લોકો તેમના ડેસ્ક પર હોતા નથી. કેટલાક ટોયલેટમાં હોય છે, તો કેટલાક અરીસામાં જોઈ રહ્યા હોય છે અને બીજા વિચિત્ર બહાના બનાવે છે. ચેટગ્રુપમાં મેસેજ મૂકતા લિયુએ લખ્યું કે, ૅજો હું કોઈને કામ પર જુગાર રમતા પકડીશ, તો તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
જે કોઈ નાસ્તો કરતા પકડાશે તેને દંડ થશે મેનેજરો માટે રૂ.૨૩,૯૮૧ (૨,૦૦૦ યુઆન), સુપરવાઈઝર માટે રૂ. ૧૧,૯૯૦ (૧,૦૦૦ યુઆન) અને સહાયક મેનેજરો માટે રૂ. ૫,૯૯૫ (૫૦૦ યુઆન). તેમણે ઉમેર્યું કે, કોઈપણ વ્યક્તિ જે તેમના વર્કસ્ટેશનથી ત્રણ વખતથી વધુ સમય માટે દૂર રહેશે, તેમના માસિક પગારમાં ૨૩,૯૮૧ રૂપિયા (૨,૦૦૦ યુઆન)નો ઘટાડો કરવામાં આવશે.
આ પહેલી વાર નથી જ્યારે કોઈ ચીની કંપની વાહિયાત નિયમો માટે તપાસના દાયરામાં આવી હોય. અગાઉ, કર્મચારીઓને આઠ કલાકની શિફ્ટમાં ફક્ત એક જ વાર ટોયલેટ બ્રેક લેવાની મંજૂરી આપી છે. જો કોઈ કર્મચારી બીજી વખત ટોયલેટ બ્રેક માટે જાય છે, તો તેને ૨૦ યુઆન એટલે કે વધારાના ટોયલેટ બ્રેક માટે ૨૩૬ રૂપિયાનો દંડ ભરવો પડશે, જે તેના પગારમાંથી કાપવામાં આવશે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
