<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

જો ઈરાન સરેન્ડર નહીં કરે તો યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવી શકે છે

નવી દિલ્હી: ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના 86 વર્ષીય સુપ્રીમ લીડર અયાતુલ્લા અલીમ ખામેનેઈ સતત એકલા પડતા નજરે પડી રહ્યા છે. યુદ્ધ શરૂ થયાના માત્ર 6 દિવસની અંદર ખામેનેઈએ પોતાના મુખ્ય સૈન્ય અને સુરક્ષા સલાહકારોને ઈઝરાયલી હવાઈ હુમલામાં ગુમાવી દીધા છે, તેના મોટા ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ માર્યા ગયા છે. તેનાથી ખામેનેઈના ઇનર સર્કલમાં મોટું ગાબડું પડી ગયું છે અને ઈરાન તરફથી રણનીતિક ખામીઓનો ખતરો વધી ગયો છે. આ વચ્ચે ટ્રમ્પ આ યુદ્ધની શરૂઆતથી જ ઈરાનને આત્મસમર્પણ કરવા ધમકી અને સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલે મોટી ભૂલ કરી દીધી છે અને તેની સજા મળશે. અમે શહીદોની કુરબાનીને નહીં ભૂલીએ. ઈરાનના લોકો આ હુમલો નહીં ભૂલે. અમારી સેના રક્ષા માટે તૈયાર છે. અમેરિકા સમજી લે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.

(7:01 PM IST)