તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
3 કાર્ગો પ્લેન લેન્ડ થતા ઇઝરાયલ-અમેરિકા માટે બન્યો ચિંતાનો વિષય

નવી દિલ્હી: 13 જૂનના રોજ વહેલી સવારે ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું અને ઈરાનના લશ્કરી ઠેકાણા અને પરમાણુ કેન્દ્રો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા. જવાબમાં, ઈરાને પણ ઇઝરાયલ પર હુમલો કર્યો. એવામાં આજે આ બંને દેશ વચ્ચે યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે અમેરિકા પણ ઈઝરાયલ સાથે ઈરાન સામેના આ અભિયાનમાં જોડાઈ શકે છે. જો આવું થાય, તો આ યુદ્ધ ભયંકર સ્વરૂપ લઈ શકે છે કારણ કે ચીન પણ ઈરાનને મદદ કરવા તૈયાર છે. આ દરમિયાન, સમાચાર એવા પણ આવ્યા છે કે શુક્રવારે ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો કે તરત જ, એક કાર્ગો વિમાને ચીનથી ઉડાન ભરી. બીજા દિવસે, બીજા કાર્ગો વિમાને દરિયાકાંઠાના શહેરથી ઉડાન ભરી અને સોમવારે ત્રીજું કાર્ગો વિમાન ચીનથી રવાના થયું. એટલે કે, ત્રણ દિવસમાં, ત્રણ કાર્ગો વિમાનો ઉડાન ભરીને રહસ્યમય રીતે ઇરાનમાં ઉતર્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાર્ગો વિમાનો દ્વારા શસ્ત્રો મોકલીને, ચીને તેના મિત્ર ઈરાનને લશ્કરી રીતે મદદ કરી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
