<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

આયર્લેન્‍ડમાં ૮૦૦ શિશુઓની સામૂહિક કબર

ખોદકામ બાદ થશે મોટા ખુલાસા, ચર્ચની સંસ્‍થા પર સવાલ

ગેલવે,તા.૧૯: હાલ આયર્લેન્‍ડમાં ચર્ચ દ્વારા સંચાલિત એક સંસ્‍થાના પ્રાંગણમાં ખોદકામનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રમાં છે. આ ખોદકામથી ઈતિહાસમાં ચર્ચ દ્વારા સંચાલિત સંસ્‍થાઓમાં થતા કથિત અનૈતિક કળત્‍યો અંગે ખુલસો થઇ શકે છે. લાંબી રાહ જોયા બાદ ખોદકામ શરૂ થઇ ગયું છે. અપરિણીત મહિલાઓ માટેના સંભાળ ગળહમાં લગભગ ૮૦૦ શિશુઓ અને નાના બાળકોના અવશેષો મળી આવે તેવી શકયતા છે.

પヘમિ આયર્લેન્‍ડમાં કાઉન્‍ટી ગેલવેના તુઆમમાં બોન સેકોર્સ મધર એન્‍ડ બેબી હોમમાં ખોદકામ માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સંભાળ ગળહમાં કેથોલિક નન્‍સના દ્વારા ચલાવવામાં આવતું હતું, તે ૧૯૬૧ માં બંધ થઈ ગયું. આ એવી ઘણી સંસ્‍થાઓમાંની એક હતી જેમાં હજારો અનાથ અને અપરિણીત ગર્ભવતી મહિલાઓને રાખવામાં આવતી હતી. આ મહિલાઓને બાળકોનો ત્‍યાગ કરવાની ફરજ પડી હતી.

૨૦૧૪ માં, ઇતિહાસકાર કેથરિન કોર્લેસે ૧૯૨૦ અને ૧૯૬૧ ની વચ્‍ચે તુઆમના સંભાળ ગળહમાં મળત્‍યુ પામેલા લગભગ ૮૦૦ બાળકોના મળત્‍યુ પ્રમાણપત્રો શોધી કાઢયા, પરંતુ તેમને ફક્‍ત એક જ બાળકને દફન કર્યું હોવાનો રેકોર્ડ મળ્‍યો, જેને કારણે હોબાળો મચી ગયો હતો. તપાસકર્તાઓને ગળહની જમીનમાં આવેલા ભૂગર્ભ ગટર સ્‍ટ્રક્‍ચરમાં શિશુઓ અને નાના બાળકોના અવશેષો સાથેની એક સામૂહિક કબર મળી આવી હતી. આ બાળકોની ઉંમર ગર્ભાવસ્‍થાના ૯ મહિનાથી માંડીએને ૩ વર્ષ સુધીની હતી.

તુઆમ ખાતે બાળકોના અવશેષોના ઉત્‍ખનન કાર્યનું નેતળત્‍વ કરી રહેલા અધિકારીએ જણાવ્‍યું કે સ્‍થળ પરથી મળેલા અવશેષોની ફોરેન્‍સિક તપાસ કરવામાં આવશે. જો અવશેષની ઓળખ થાય તો પરિવારના સભ્‍યોને સોંપવામાં કરવામાં આવશે. જે અવશેષોની ઓળખ ન થાય તેને ધાર્મિક પરંપરાઓ અનુસાર યોગ્‍ય રીતે દફનાવવામાં આવશે.

(10:15 AM IST)