હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
ઇન્ડોનેશિયામાં જવાળામુખી વિસ્ફોટ, ૧૧ કિમી ઊંચાઈ સુધી રાખ-ધુમાડો જોવા મળ્યા

બાલીઃ પૂર્વ ઇન્ડોનેશિયાના લેવોટોબી લાઠી-લાકી જવાળામુખીમાં વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ તેમાંથી રાખ અને ધુમાડાનું જંગી વાદળ જોવા મળ્યું હતું. જવાળામુખી વિસ્ફોટ બાદ બાલી આવતી અને જતી સંખ્યાબંધ ફલાઇટ્સને રદ કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયાની ભૂવૈજ્ઞાનિક એજન્સી અનુસાર પૂર્વ નુના સેંગારા પ્રાંતમાં સ્થિત માઉન્ટ લેખોટોબી લળકી-વાડી જવાળામુખીમાં મંગળવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો જેના કારણે ૧૧ કિલોમીટર ઊંચું રાખનું વાદળ ફેલાઈ ગયું હતું. વિસ્ફોટમાં કોઈ જાનહાની થઇ નથી તંત્ર તંત્રે તકેદારીના ભાગરૂપે જવાળામુખી પાસે આવેલા સંખ્યાબંધ ગામોને ખાલી કરાવી દીધા હતા
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
