<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

સ્વિટ્ઝર્લેન્ડમાં 3D ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે આ ટાવર

નવી દિલ્હી:  દુનિયામાં પર્યટન સ્થળોની કોઈ કમી નથી. વિદેશની વાત કરીએ તો લોકોના મનમાં ફરવા માટે સૌથી પહેલો વિચાર સ્વિટ્ઝર્લેન્ડનો જ આવે છે. સ્વિટ્ઝર્લેન્ડ ખરેખર એક સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. બોલિવૂડની અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું છે. જે પણ લોકો સ્વિટ્ઝર્લેન્ડ ફરવા જાય છે તો સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો છવાઈ જાય છે.
જો કોઈ વસ્તુ કોમન છે તો તે 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે'નું ગીત છે. આમ તો સ્વિટ્ઝર્લેન્ડમાં ફરવા માટે ઘણું બધુ છે, પરંતુ તાજેતરમાં જ વધુ એક કલાકારી જોવા મળી છે. વાસ્તવમાં સ્વિટ્ઝર્લેન્ડના Mulegns ગામમાં વિશ્વનો સૌથી ઊંચો 3D પ્રિન્ટેડ ટાવર Tor Alva બન્યો છે. હવે આ ટાવર ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તમને જાણીને હેરાની થશે કે, આ ગામની વસતી કુલ 12 લોકોની જ છે.
આ ટાવરની બનાવટ જ તેને ખાસ બનાવે છે. આ ટાવરને જોતા તે કોઈ કેક લાગે છે. આજે અમે તમને સ્વિટ્ઝર્લૅન્ડના Mulegns ગામમાં બનેલા આ 3D પ્રિન્ટેડ ટાવરની ખાસિયત જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો તો તેના વિશે વિગતવાર જાણીએ...
3D પ્રિન્ટેડ ટાવરની વિશેષતા:
- Tor Alvaની કુલ ઊંચાઈ લગભગ 30 મીટર (લગભગ 98 ફૂટ) છે.
- આ દુનિયાનો સૌથી ઊંચો 3D પ્રિન્ટેડ ટાવર છે.
- ટાવરમાં એક સ્પાઈરલ સીડી બનાવવામાં આવી છે, જે સૌથી ઉપર એક ગુંબજવાળા થિયેટર સુધી જાય છે.
- થિયેટરમાં 32થી 45 લોકોના બેવાની ક્ષમતા છે.
- આ ટાવર સંપૂર્ણપણે લોડ-બેરિંગ 3D પ્રિન્ટેડ સ્ટ્રક્ચર છે, જેનો અર્થ એ થાય કે તે કોઈપણ સપોર્ટ બીમ કે ગ્રીડ વિના પોતાનો બધો ભાર પોતાના પર જ વહન કરે છે.

 

(5:15 PM IST)