તા. ૧૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૮ મંગળવાર
News of Friday, 20th June 2025
ઈરાન સામેનું યુદ્ધ ઇઝરાયલને ભારે પડ્યું:17.32અબજ રૂપિયાનો થાય છે દરરોજનો ખર્ચો

નવી દિલ્હી: ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઇઝરાયલને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે ઈરાની મિસાઈલોને રોકવા માટે ઉપયોગમાં લેવાતા ઈન્ટરસેપ્ટર્સનો રોજનો ખર્ચ 200 મિલિયન ડોલર એટલે કે 17.32 અબજ રૂપિયા સુધી થાય છે. આ ઈન્ટરસેપ્ટર્સ ઇઝરાયલની મિસાઈલ સંરક્ષણ પ્રણાલીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને દરેક હુમલાના જવાબમાં તેમનો વપરાશ સૌથી વધુ છે. આ વિશાળ ખર્ચનો ઇઝરાયલની મલ્ટી-લેયર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સાથે સીધો સંબંધિત છે, જેમાં ત્રણ મુખ્ય ઇન્ટરસેપ્ટર સિસ્ટમ્સનો સમાવેશ થાય છે: એરો સિસ્ટમ, ડેવિડ્સ સ્લિંગ અને આયર્ન ડોમ. ત્રણેયની પોતાની ભૂમિકાઓ અને ખર્ચ છે અને વર્તમાન સંઘર્ષમાં તેમનો સ્ટોક ઝડપથી ખતમ થઈ રહ્યો છે.
1. એરો સિસ્ટમ સૌથી મોંઘી અને મહત્ત્વપૂર્ણ
આ સિસ્ટમ લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલો સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે. તે ઈરાન જેવા દેશો દ્વારા છોડવામાં આવતી લાંબા અંતરની મિસાઇલોને અટકાવે છે. આવી એક મિસાઇલની કિંમત: $2 મિલિયન થી $3 મિલિયન (રૂ. 16.7 કરોડ થી રૂ. 25 કરોડ) છે.
2. ડેવિડ સ્લિંગ મિડ-રેન્જ પ્રોટેક્ટર
આ સિસ્ટમનો ઉપયોગ મધ્યમ અંતરની મિસાઇલો, ક્રુઝ મિસાઇલો અને મોટા રોકેટને રોકવા માટે થાય છે. તેની એક મિસાઇલની કિંમત $1 મિલિયન (લગભગ રૂ. 8.3 કરોડ) થી વધુ છે.
3. નજીકના હુમલાઓ સામે આયર્ન ડોમ શીલ્ડ
આ સિસ્ટમ સરહદી વિસ્તારોમાંથી આવતા રોકેટ અને મોર્ટારને અટકાવવા માટે છે. તેની એક મિસાઇલની કિંમત $20,000 થી $100,000 (લગભગ રૂ. 16.7 લાખ થી રૂ. 83 લાખ) છે. તે ટૂંકા અંતરના હુમલાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
