<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

સ્પેસ એક્સના સ્ટાર શીપમાં પરીક્ષણ વખતે રોકેટમાં પ્રચંડ વિસ્ફોટ થતા એલોન મસ્કને લાગ્યો ફરી ઝટકો

નવી દિલ્હી: અમેરિકાના અબજોપતિ ઇલોન મસ્કની સ્પેસ એક્સ કંપનીના સ્ટાર શિપ રોકેટમાં મોટો વિસ્ફોટ  થયો હતો. આ ઘટના બને દિવસ અગાઉ 18 જૂનની રાતે 11 વાગ્યે રોકેટના ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન બની હતી. ભયંકર ધમાકા સાથે આગ પણ ફેલાઇ હોવાના સમાચાર મળ્યાં છે.
સ્પેસ એક્સ કંપનીનું રોકેટ  લોન્ચિંગ બેઝ(રોકેટ તરતાં મૂકવાનું સ્થળ) અમેરિકાના ટેક્સાસ રાજ્યના મેસી સેન્ટરમાં આવેલું છે.  સ્પેસ એક્સ કંપનીનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે રોકેટમાં થયેલા વિસ્ફોટને કારણે કોઇ જાનહાની નથી થઇ કે કોઇ વ્યક્તિ દાઝી પણ નથી. આમ છતાં અમે આ વિસ્તારનાં નાગરિકોને વિસ્ફોટના સ્થળેથી દૂર રહેવાની સલાહ આપી છે.
સ્પેસ એક્સ કંપનીનાં  સૂત્રોએ  એવી માહિતી પણ આપી છે કે બુધવારે રાતે 11 વાગ્યે અમારા  સ્ટારબેઝ પર સ્ટાર શિપ રોકેટની દસમી ફ્લાઇટ ટેસ્ટ થઇ રહી હતી તે દરમિયાન અચાનક જ મોટો વિસ્ફોટ થયો હતો. ધમાકા સાથે આગ પણ ફેલાઇ હતી.

 

(5:54 PM IST)