તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
અનોખી પ્રથાઃ ત્રણ-ત્રણ પતિ સાથે રહે છે નેપાળી મહિલા
ધૂમ મચાવી રહ્યો છે આ વાયરલ વીડિયો

કાઠમંડુ,તા.૨૩: સોશિયલ મીડિયા પર હાલ નેપાળની એક મહિલાની કહાની ભારે વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ એક નહીં ૩ પતિઓ સાથે રહે છે અને ખાસ વાત એ છે કે, ત્રણેય પતિ પોતાની પત્નીને ખુશ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી.
વાયરલ વીડિયોમાં એક પતિને નાસ્તો બનાવતો, બીજો ઘરની સફાઈ કરતો અને ત્રીજો પતિ પત્નીના પગ દબાવતો બતાવવામાં આવ્યો છે. વીડિયોમાં મહિલા આખો દિવસ આરામ કરતી નજરે પડે છે અને પતિ દ્વારા તૈયાર સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે. આ અનોખી કહાનીએ સોશિયલ મીડિયા પર લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂકયા છે. ઘણાં લોકો તેને નેપાળની પરંપરાગત પ્રથા પોલીએન્ડ્રી સાથે જોડી રહ્યાં છે. જ્યારે કેટલાક યુઝર્સ આને ક્લિકબેટ અને સ્ક્રિપ્ટેડ ડ્રામા ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ તો મજાક લાગી રહ્યું છે. કોઈ મહિલા આટલી આરામથી કેવી રીતે રહી શકે છે. જ્યારે બીજા યુઝરે કહ્યું, આ હકીકત છે તો ખરેખર અનોખો રિવાજ કહી શકાય.
પોલીએન્ડ્રી એક સામાજિક પ્રથા છે, જેમાં એક મહિલા એકથી વધુ પતિ હોય છે. નેપાળના હિમાલય વિસ્તારો, જેવા કે હુમલા, ડોલ્પા અને મુસ્તાંગમાં આ પ્રથા વધુ જાણીતી છે. નિષ્ણાતોનું માનીએ તો, આ પ્રથાનું મુખ્ય કારણ આર્થિક મજબૂતી અને જમીનના ઓછા ભાગ પડે તે માટેનું છે. ઘણીવાર ભાઈઓ એક જ મહિલા સાથે લગ્ન કરી લે છે. જેથી સંપત્તિનું વિભાજન ન થાય અને પરિવાર એકજૂટ રહી શકે.
જો કે હવે આ પ્રથા ધીમે ધીમે ખતમ થઈ રહી છે. શિક્ષણનો પ્રચાર, શહેરીકરણ અને આધુનિક વિચારે નવી પેઢીને આ પરંપરાથી દૂર કરી છે. નેપાળના સંવિધાનમાં પોલીએન્ડ્રીને કાયદાકીય માન્યતા નથી. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તેને સામાજિક લેવલે સ્વીકાર કરવામાં આવે છે.
આ વીડિયોની સત્યતાને લઈને ઘણા નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે. નળવંશશાષાી ડો. રમેશ શર્મા અનુસાર, નેપાળમાં પોલીએન્ડ્રી પ્રથા છે, પરંતુ સોશિયલ મીડિયા પર બતાવવામાં આવતા ઘણાં વીડિયો અતિશયોક્તિ અને ડ્રામાથી ભરપૂર હોય છે. જેને માત્ર વાયરલ કરવાના હેતુથી બનાવવામાં આવે છે. વીડિયોમાં બતાવવામાં આવેલી મહિલા અને તેના પતિઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ વીડિયો કયા ગામનો છે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.(૪૦.૪)
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
