<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

રિટાયર થયા પછી શરીર પર ટેટૂ બનાવવામાં પૂરા સવા કરોડ રૂપિયા ખર્ચી નાખ્‍યા

 

ન્‍યુયોર્ક,તા.૨૩: કેટલાક શોખ જુવાનિયાઓને ખોટા રવાડે ચડાવી દે છે એવું જ કંઈક અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતાં ૬૫ વર્ષનાં એલિઝાબેથ બ્‍યુવાઇસ નામનાં દાદીને નિવળત્તિ પછી થવા માંડ્‍યું છે. તેમને શરીર પર છૂંદણાં છૂંદાવવાનું એવું ઘેલું લાગ્‍યું છે કે તેમણે શરીરના ૮૫ ટકા હિસ્‍સાને જાતજાતની ડિઝાઇનવાળાં ટૅટૂથી કવર કરી નાખ્‍યું છે. એલિઝાબેથે પહેલું ટેટૂ ૩૧ વર્ષની ઉંમરે પોતાના ખભે બનાવડાવેલું. જોકે એ પછી વર્ષો સુધી તેમણે ટેટૂને લગભગ નજરઅંદાજ કર્યું હતું, પણ નિવળત્તિ બાદ દાદીને ચસકો લાગ્‍યો અને એ પછી કુલ ૧૨૦ ટેટૂ શરીર પર છૂંદાવી લીધાં. હવે તેમનું શરીર એકદમ પચરંગી થઈ ગયું છે. દાદીનું કહેવું છે કે ‘કેટલાંક ટેટૂ બહુ સારાં નથી બન્‍યાં પણ મને એનો કોઈ અફસોસ નથી. મારા દરેક ટેટૂ સાથે એક સ્‍ટોરી સંકળાયેલી છે.(૪૦.૧૩)

(10:02 AM IST)