<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

અમેરિકાના બોમ્બમારા બાદ ઈરાનની સંસદે લીધો મોટો નિર્ણય

વિશ્વને ઇંધણ પૂરું પાડવા માટે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય:હોર્મુઝ ખાડી બંધ કરી દેવાનો લેવાયો નિર્ણય

નવી દિલ્હી :ઇરાનના પરમાણુ મથકો પર અમેરિકાના બોમ્બમારા બાદ ઇરાનની સંસદે એક એવો નિર્ણય લીધો છે જેની વિશ્વભરમાં મોટી અસર થઇ શકે છે. ઇરાનની સંસદે વિશ્વભરને ઓઇલ અને અન્ય ઇંધણ પુરુ પાડવા માટે મહત્વપૂર્ણ એવા એક સ્થળ  હોર્મુઝ ખાડી એટલે કે જળડમરૂને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. ઇરાનની સંસદ દ્વારા આ સ્થળને બંધ કરવાના નિર્ણયને મંજૂરી પણ આપી દીધી છે. ઇરાનના આ નિર્ણયથી વિશ્વભરમાં મોટાભાગના દેશોના ઇંધણ સપ્લાય પુરવઠા પર માઠી અસર થવાની ભીતિ છે. કેમ કે આ એક એવું સ્થળ છે જ્યાંથી વિશ્વભરમાં સપ્લાય થતા ઇંધણનો 25 ટકા હિસ્સો પસાર થાય છે.
ઇરાનની નજીક આવેલા આ સ્થળને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરીકે ઓળખવામાં આવે છે, જે ફારસની ખાડી અને ઓમાનની ખાડી બન્નેને જોડતો એક સાંકડો હિસ્સો કે ખાડી છે. ઓઇલ સપ્લાય માટે આ સ્થળ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે ઇરાક, કતર, ઇરાન, યુએઇ, કુવૈત, સાઉદી અરબ  જેવા દેશોની ઓઇલની નિકાસ આ સ્થળેથી જ કરવામાં આવે છે. બન્ને સમુદ્રી તટની વચ્ચે માત્ર 39 કિમીનું જ અંતર આવેલું છે જેને પગલે અહીંથી ઓઇલ પુરવઠો સપ્લાય કરવો વધુ સરળ માનવામાં આવે છે. વિશ્વનો ત્રીજા ભાગનો કુદરતી ગેસ અને 25 વટા ક્રૂડ ઓઇલ આ સ્થળેથી પસાર થાય છે. આ સ્થળને ગેસ-ઓઇલ વેપાર માટેનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. 

 

(6:12 PM IST)