<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

મસાલાની રાણી એટલે કે નાની ઈલાયચીના ફાયદા વિશે જાણો

નાની ઈલાયચી સ્વાદની સાથે છે સ્વાસ્થ્યનો ખજાનો :આયુર્વેદમાં માનવામાં આવે છે ત્રિદોષનાશક:પાચન શક્તિને કરે છે મજબુત

નવી દિલ્હી:શરીર હોય કે મન દરેક સમસ્યાઓનું સમાધાન ભારતીય રસોઈમાં ઉપલબ્ધ છે.ક્યારેક લોકોના રૂપમાં તો પછી ક્યારેક મસાલાના રૂપમાં જો વાત કરીએ આપણે મસાલાની રાણીની તો નાની ઈલાયચીને આપણે કેમ ભૂલી શકીયે,જે માત્ર સ્વાદ જ નહીં પરંતુ સુગંધમાં પણ શ્રેષ્ઠ છે અને સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ વરદાન રૂપ છે.ઇલાયચીમાં ઘણી સમસ્યાઓનું સમાધાન છે.
પ્રાચીન ભારતીય આયુર્વેદ,યુનાની અને રોમન હોસ્પિટલમાં ચોથી સતાબ્દી પહેલાથી તેનો ઉપયોગ શ્વાસની બીમારી,અસ્થમા,કબજિયાત,શરદી,ઉધરસ,દાંત,કિડની સંબંધિત સમસ્યાઓ,ફેફડાની સમસ્યા તેમજ ટીબી સહીત આંખોની સમસ્યાઓની સારવારમાં તેમનો ઉપયોગ થાય છે.
આયુર્વેદમાં ઇલાયચીને ત્રિદોષનાશક માનવામાં આવે છે.જે વાત,પિત્ત અને કફને સંતુલિત કરે છે.આ પાચન શક્તિને પણ મજબૂત કરવાની સાથોસાથ મનને પણ શાંતિ આપે છે અને હદયના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે.તેનું વૈજ્ઞાનિક નામ એલેટેરિયા કાર્ડમમ છે,જેમાં વિટામિન સી,મેગ્નેશિયમ,એન્ટી ઓક્સીડેંટ્સ હોય છે.આ એક માઉથ ફ્રેશનર પણ છે.
આયુર્વેદાચાર્યો જણાવે છે કે ભોજન પછી એલાયચી ચાવવી અથવા તેના પાઉડરને સેંધા નમક તેમજ સાકાર સાથે લેધી વાત,અપચા તેમજ એસિડિટીમાં રાહત મળે છે.રોજ સવારે એલાયચી ખાવાથી અથવા તેના પાણીના કોગળા કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે.એટલું જ નહીં ગરમ દૂધમાં ઈલાયચી પાઉડર મેળવીને પીવાથી માનસિક તનાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

 

(6:14 PM IST)