<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

જાપાનની સેનાએ પ્રથમવાર તેમના જ ક્ષેત્રમાં કર્યું મિસાઈલ પરીક્ષણ

હજુ પણ થઇ રહ્યું છે પરીક્ષણના પરિણામની તપાસ:વર્ષના અંત સુધીમા જાપાન ટોમહોક મિસાઈલ સહીત લાંબી દુરીની ક્રુઝ મિસાઈલ બનાવવાની તૈયારી પણ કરી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી:જાપાનની સેનાએ મંગળવારના રોજ જણાવ્યું છે કે તેમણે જાપાની ક્ષેત્રમાં પ્રથમવાર મિસાઈલ પરીક્ષણ કર્યું છે.ટાઈપ88 સીધું જહાજ સુધી પ્રહાર કરનાર ઓછી દુરીની મિસાઈલનું પરીક્ષણ મંગળવારના રોજ જાપાનના સૌથી ઉતરી મુખ્ય દ્વીપ હોક્કાઈડોના શિઝુનાઈ એંટી એયર ફાયરિંગ રેંજમાં કરવામાં આવ્યું છે.
 વધુમાં માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું છે કે ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેંસ ફોર્સની પ્રથમ આર્ટિલરી બ્રિગેડના અભ્યાસમાં લગભગ 300સૈનિકો જોડાયેલા હતા જેમણે હોક્કાઈડોના દક્ષિણ તટથી લગભગ 40 કિલોમીટરની દૂર એક માનવરહિત નાવડીને નિશાન બનાવીને આ ટેસ્ટ કર્યો હતો.તેમને જણાવ્યું કે અધિકારીઓ હજુ પણ પરીક્ષણના પરિણામની તપાસ કરી રહ્યા છે.આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું હતું જયારે જાપાને ચીનને રોકવા માટે સ્ટ્રાઇક બૈક ક્ષમતા મેળવવા માટે પોતાના સૈન્ય નિર્માણમાં ઝડપ લાવી રહ્યા છે.જાપાને પહેલા પણ વિદેશોમાં મિસાઈલ પરીક્ષણ કર્યું છે

 

 

 

(5:38 PM IST)