તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
પ્રાડાના ફેશન-શોમાં ૧.૧૩ લાખ રૂપિયાના કોલ્હાપુરી ચંપલ સાથે રેમ્પવોક કર્યુ મોડલે
એક ફેશન-ડિઝાઇનરે લખેલું કે હંમેશાં ‘મેડ ઇન ફ્રાન્સ' કે ‘મેડ ઇન ઇટલી'ને જ ક્વૉલિટીનો બેન્ચમાર્ક ગણવામાં આવે છે ત્યારે હવે જુઓ યુરોપિયન ફેશન લેબલ ‘મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ વેચે છે

મિલાન તા.૨૫: ઇટલીના મિલાનમાં યોજાયેલા ફેશન-શોમાં ફેશન-બ્રેન્ડ પ્રાડાએ રનવે પર સ્પ્રિન્ગ/સમર મેન્સવેઅર કલેક્શન માટે ભારતનાં ટ્રેડિશનલ કોલ્હાપુરી ચંપલ લૉન્ચ કર્યાં હતાં. નવાઈની વાત એ છે કે પ્રાડાએ કોલ્હાપુરી ચંપલમાં કોઈ જ દેખીતું મેકઓવર કે મેજર ટ્વિસ્ટ ઉમેરવાને બદલે એક્ઝૅક્ટ્લી ટ્રેડિશનલ ચંપલ હોય એવાં જ જૂતાં મોડલ્સને પહેરાવ્યાં હતાં. મોડલે પણ ફ્લેટ લેધરના સેન્ડલને કૉટલ શર્ટ અને વાઇબ્રન્ટ હેટ સાથે પેર કર્યા હતા. ઇન્ટરનેટ પરના દેશી ફેશન-લવર્સે તો કમેન્ટ કરેલી, ‘અરે... આ તો કોલ્હાપુરીઝ છે!' કોઈકે લખેલું, ‘આ તો મારા દાદાના જમાનાના છે...' જોકે એમ છતાં આ કોલ્હાપુરી ફ્લેટ લેધર ચંપલની કિંમત ૧.૧૩ લાખ રૂપિયા છે.
એક ફેશન-ડિઝાઇનરે લખેલું કે હંમેશાં ‘મેડ ઇન ફ્રાન્સ' કે ‘મેડ ઇન ઇટલી'ને જ ક્વોલિટીનો બેન્ચમાર્ક ગણવામાં આવે છે ત્યારે હવે જુઓ યુરોપિયન ફેશન લેબલ ‘મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ વેચે છે
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
