તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
અમેરિકા સુધી સીધો હુમલો કરી શકે તેવી મિસાઈ પાકિસ્તાન બનાવી રહ્યું હોવાની માહિતી
પાકિસ્તાન ગુપ્ત રીતે પરમાણુ યુક્ત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ વિકસાવી રહ્યું હોવાની માહિતી:ચીનના સમર્થનમાં પરમાણુ હથિયારોને અપગ્રેડ કરવાનો પ્રયાસ થતું હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ગુપ્ત રીતે એક એવુ પરમાણુ યુક્ત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ વિકસાવી રહ્યું છે, જે સીધો અમેરિકા સુધી હુમલો કરી શકવા સક્ષમ હશે. આ રિપોર્ટ પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિન ફોરેન અફેર્સમાં પ્રકાશિત થયો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ચીનના સમર્થનમાં પોતાના પરમાણુ હથિયારોને અપગ્રેડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ રિપોર્ટમાં અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો છે કે, જો પાકિસ્તાન આવી મિસાઈલ તૈયાર કરશે, તો અમેરિકા તેને પરમાણુ દુશ્મન જાહેર કરવા મજબૂર થઈ જશે. પરમાણુ હથિયાર રાખનારો કોઈ પણ દેશ જે અમેરિકા માટે જોખમી છે. એટલે અમેરિકન સરકાર તેને પરમાણુ વિરોધી જાહેર કરે છે. એ રીતે હાલ રશિયા, ચીન અને ઉત્તર કોરિયાને અમેરિકાનો વિરોધી દેશ માનવામાં આવે છે. અમેરિકાના એક અધિકારીને ટાંકી આ રિપોર્ટમાં જણાવાયું છે કે, જો પાકિસ્તાન અમેરિકા સુધી પહોંચી શકે તેવી મિસાઈલ બનાવી લેશે, તો વોશિંગ્ટનની પાસે પાકિસ્તાનને પરમાણુ દુશ્મન જાહેર કર્યા વિના કોઈ વિકલ્પ બચશે નહીં. એવો કોઈ દેશ જે અમેરિકા સુધી હુમલો કરનારી ICBM એટલે કે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ ધરાવે છે, તે અમેરિકાનો મિત્ર બની શકતો નથી. પાકિસ્તાન લાંબા સમયથી કહી રહ્યું છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર ભારતને રોકવા માટે છે. અત્યાર સુધી તેણે ટૂંકા અને મધ્યમ અંતરની મિસાઈલ પર ફોકસ કર્યું છે. પાકિસ્તાન પાસે હાલ કોઈ ICBM નથી. 2022માં તેણે Shaheen-III નામની એક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જેની મારક ક્ષમતા 2700 કિ.મી. સુધીની છે. જેનાથી ભારતના અનેક શહેર સુધી તેની પહોંચ શક્ય બની હતી.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
