<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

યુવતીએ ૬ કલાકમાં ૫૮૩ પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા

હવે તોડવા માંગે છે રેકોર્ડ, માસિક આવક જાણીને ચોંકી જશો! : એક મોડેલ આ દિવસોમાં દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલમાં જ તેણે કંઈક એવું કર્યુ જેણે સોશિયલ મીડિયાથી લઈને ન્‍યૂઝ ચેનલો સુધી ધૂમ મચાવી દીધી

સીડની,તા.૨૬: એક બોલિવૂડ ગીત છે, ગંદા હૈ પર ધંધા હૈ યે! આ ગીત અંડરવર્લ્‍ડના કુકર્મો પર આધારિત હતું, પરંતુ આજના સમયમાં લોકો આ ગીતને પોતાની વાસ્‍તવિક જીવનમાં પણ અપનાવી રહ્યા છે. લોકો માત્ર પૈસા કમાવવા માંગે છે, પછી તે પૈસા કમાવાના કયા રસ્‍તાઓ અપનાવે છે તે નથી જોતા.

થોડા દિવસો પહેલા એક ઓસ્‍ટ્રેલિયન મોડલે ફેમસ થવા માટે એવું જ કંઈક કર્યું હતું. તેણે ૬ કલાકમાં ૫૮૩ પુરુષો સાથે સંબંધ બાંધ્‍યો હતો, જેના પછી તેને હોસ્‍પિટલમાં દાખલ થવું પડ્‍યું હતું. હવે તેણે પોતાની કમાણીના રહસ્‍યો ખુલ્લા કર્યા છે. તેણે પોતાની મહિનાની આવક વિશે જણાવ્‍યું છે, જે સાંભળીને તમારા હોશ ઉડી જશે.

ઓસ્‍ટ્રેલિયન મોડલ એની નાઇટ આજકાલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં તેણે એવો કાંડ કર્યો કે, જેનાથી સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલોમાં હલચલ મચી ગઈ. એનીએ ૬ કલાકમાં ૫૮૩ પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા અને ત્‍યારબાદ તેની લોકપ્રિયતા અને કમાણી બંનેમાં તેજ ઉછાળો આવ્‍યો છે.

OnlyFans પર કન્‍ટેન્‍ટ બનાવતી એનીએ એક ઇન્‍ટરવ્‍યુમાં જણાવ્‍યું કે આ ચેલેન્‍જ પહેલા તે દર મહિને લગભગ  $૨૦૦,૦૦૦ (રૂ.૧.૬ કરોડ) કમાવતી હતી, પરંતુ આ રોમાંચક સ્‍ટન્‍ટ પછી હવે તેની માસિક કમાણી $૬૦૦,૦૦૦ (રૂ.૫ કરોડથી વધુ) પહોંચી ગઈ છે.

એનીએ જણાવ્‍યું કે, મારે આ પ્‍લેટફોર્મને હંમેશા એક બિઝનેસની જેમ ચલાવવું છે. આ સરળ નથી, તેમાં ઘણી મહેનત લાગે છે. આ પ્‍લેટફોર્મ પહેલેથી જ ખૂબ ભીડભાડવાળું છે અને તેમાં અલગ દેખાવા માટે રણનીતિ જોઈએ.

જોકે, હવે તે ત્રણ ગણું વધુ કમાઈ રહી છે, છતાં એનીએ પોતાની સબ્‍સ્‍ક્રિપ્‍શન ફી $૧૪.૯૯ (રૂ.૧,૨૫૦) પર જ રાખવાનો નિર્ણય કર્યો છે. ૅહું ઇચ્‍છું છું કે આ બધાને માટે સરળ રહે. હું માત્ર પૈસા કમાવવા માટે કિંમતો વધારવા માંગતી નથી.

એની હવે પોતાના કરિયરને આગળ વધારવા વિશે વિચારી રહી છે. તેણે જણાવ્‍યું કે, તેને હવે એડલ્‍ટ ફિલ્‍મમાં કામ કરવું છે અને પ્રોફેશનલ કન્‍ટેન્‍ટ ક્રિએટર્સ સાથે કામ કરવા તૈયાર છે. તેનું કહેવું છે, મારો સ્‍વપ્ન છે કે હું AVN એવોર્ડ જીતું, જેને એડલ્‍ટ ફિલ્‍મની ઇન્‍ડસ્‍ટ્રીમાં ઓસ્‍કર માનવામાં આવે છે.

ચેલેન્‍જ પૂરી કર્યા પછી થોડા સમય બાદ એની હોસ્‍પિટલમાં દાખલ થઈ હતી, પરંતુ તેણે સ્‍પષ્ટ કર્યું કે, મને પહેલેથી જ ઘણો દુખાવો અને રક્‍તસ્રાવ થઈ રહ્યો હતો. ડોક્‍ટરોએ જણાવ્‍યું કે કોઈ ગંભીર સ્‍થિતિ નહોતી. તેમજ તેણે આ ચેલેન્‍જ વિશે કહ્યું કે, આ મારી જિંદગીનો શ્રેષ્ઠ દિવસ હતો. હું તેને ફરીથી જરૂર કરવા માંગું છું. મને કોઈ પસ્‍તાવો નથી. એટલું જ નહીં, તે રેકોર્ડ તોડવા માંગે છે.

(10:01 AM IST)