તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
આ દેશના ઘણા શહેરોમાં રહેવા માટે સરકાર આપી રહી છે ફ્રી રહેવાનું આમંત્રણ
જર્મનીના પૂર્વી રાજ્યોમાં લોકોને મફતમાં રહેવાની ઓફર કરવામાં આવી રહી છે:ઘટી રહેલ જનસંખ્યાને ધ્યાનમાં લઈને સરકારે લીધો નિર્ણય:આ શહેરોમાં શાંતિનો અહેસાસ થતો હોવાનું લોકોનું માનવું

નવી દિલ્હી: દુનિયાના ઘણા દેશોમાં ઘટતી જનસંખ્યા અને વૃધ્ધોની આબાદી એક સમસ્યા બની ગઈ છે ત્યારે એવામાં ખાલી પડેલ શહેરોને ભરવા માટે ત્યાંની સરકાર નવા નવા રસ્તાઓ આપવાની રહી છે.આ કર્મમાં જર્મનીના લોકોને ફ્રીમાં ઘણા શહેરોમાં રહેવા માટેની ઓફર કરવામાં આવી રહી છે.જર્મનીના ઘણા શહેરોની આબાદી સતત ઘટી રહી છે જેને અટકાવવા માટે જર્મનીના પૂર્વી રાજ્યોના ઘણા શહેરોમાં ફ્રીમાં રહેવા માટેનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.આ પ્રકારના શહેરોમાં ગુબેનનો સમાવેશ થાય છે જ્યાં મફતમાં રહેવા માટે લોકોને ઓફર કરવામાં આવી છે.મીડિયા કવરેજના કારણોસર લોકો અહીંયા આવીને રહેવાનું પસંદ કરે છે.
ગુબેન જર્મનીના એ સેંકડો શહેરોમાં સામેલ છે જ્યાં જનસંખ્યા 1990માં જર્મન એકીકરણ બાદ મોટા બદલાવ જોવા મળ્યો છે.આ શહેરોમાં ઘટી રહેલ જન્મ દર,યુવાઓનું જર્મનીની સમૃદ્ધ જગ્યાઓ પર જવું આ પ્રકારની સમસ્યાઓને વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે.ગુબેનમાં વૃદ્ધાવસ્થા મોટી સમસ્યા બની ગઈ છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
