<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

સેન્‍ટ્રલ આફ્રિકન રિપબ્‍લિકની સ્‍કૂલમાં વિસ્‍ફોટઃ વિદ્યાર્થીઓ સહિત ૨૯ લોકોનાં મોત

સેન્‍ટ્રલ આફ્રિકન રિપબ્‍લિકની શાળામાં ટ્રાન્‍સફોર્મર વિસ્‍ફોટ પછી નુકસાન અને બચાવ કાર્ય

બાંગુઈ,તા.૨૭: આફ્રિકાના સેન્‍ટ્રલ આફ્રિકન રિપબ્‍લિક દેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્‍યા છે. દેશના પાટનગર બાંગુઈની શાળામાં એક ભયાનક વિસ્‍ફોટ થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોના મોત થયા છે.

આંતરરાષ્‍ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ બાંગુઈની બાર્થેલેમી બોગાન્‍ડા હાઇ સ્‍કૂલના પરિસરમાં ઇલેક્‍ટ્રિક ટ્રાન્‍સફોર્મરના રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી દરમિયાન ટ્રાન્‍સફોર્મરમાં વિસ્‍ફોટ થયો હતો. વિસ્‍ફોટને લઈને શાળામાં નાસભાગ થઈ હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ભારે જાનહાનિ થઈ હતી.

સેન્‍ટ્રલ આફ્રિકન રિપબ્‍લિકના આરોગ્‍ય મંત્રાલયના જણાવ્‍યાનુસાર, નાસભાગના કારણે ૧૬ વિદ્યાર્થિનીઓ સહિતના મોટાભાગના લોકોનું ઘટનાસ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. બાકીના લોકોના હોસ્‍પિટલની સારવાર દરમિયાન મળત્‍યુ થયા હતા અને મળત્‍યુનો કુલ આંકડો ૨૯ સુધી પહોંચ્‍યો હતો. આ સિવાય ઓછામાં ઓછા ૨૬૦ લોકો ઈજાગ્રસ્‍તો હોસ્‍પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાના સમયે શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. શાળામાં અંદાજીત પાંચ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા.(૪૦.૪)

(7:13 PM IST)