તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
ટેસ્લાએ ફુલ્લી ઓટોમેટિક કારની કરી ડિલિવરી
પ્રથમવાર થઇ ફુલ્લી ઓટોમેટિક કારની ડિલિવરી:ડિલિવરી દરમ્યાન કારની સ્પીડ હતી 166કિમિ:આ કારની કિંમત છે અંદાજે 51 લાખ

નવી દિલ્હી: આપણે સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ વિશે તો જાણીએ છીએ. પહેલી વાર એવું બન્યું છે કે, એક કાર ફેક્ટરીમાંથી બહાર નીકળી અને વિના ડ્રાઈવરે સીધી ખરીદદારના ઘરે પહોચી ગઈ હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ત્રીસ મિનિટનો સમય લાગ્યો હતો. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કના જન્મદિવસના એક દિવસ પહેલા ટેસ્લાએ ફૂલ્લી ઓટોમેટિક કારની ડિલિવરી કરી હતી. મોડલ વાય ઈલેક્ટ્રિક કાર સેલ્ફ ડ્રાઈવ કરીને નવા માલિક પાસે પહોચી હતી. ડિલિવરી દરમિયાન કારની સ્પીડ ૧૧૬ કિમી હતી. આ કારની કિંમત લગભગ રુ. ૫૧ લાખ છે.
ટેસ્લાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ટેક્સાસ સિટીમાં પહેલી સેલ્ફ ડ્રાઈવિંગ કારની ડિલિવરી કરવામાં આવી છે. આ કાર કોઈ ડ્રાઈવર અથવા રિમોટ ઓપરેટર વિના ચાલી શકે છે.વાય મોડલને ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલને હાલમાં જ અપડેટ કરવામાં આવ્યું છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
