<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ઇઝરાયલે ફરીથી ગાઝામાં કરી ભયાનક સ્ટ્રાઇક

યુધ્ધવિરામની વાતો વચ્ચે ગાઝાવાસીઓ પર ઇઝરાયલનો હુમલો શરૂ:81 પેલેસ્ટાઈનના મોત:400થી વધુ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: યુદ્ધવિરામની વાતો વચ્ચે પણ ઇઝરાયલે ગાઝાવાસીઓ પર અવિરત હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર ફરી એકવાર ભયંકર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 81 પેલેસ્ટાઈનના લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ મોતોની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી અનુસાર, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે ગાઝાના ભીડભાડવાળા રહેણાંક વિસ્તારો, એક એપાર્ટમેન્ટ, સ્કૂલ, સ્ટેડિયમ અને શરણાર્થી ટેન્ટોને નિશાન બનાવ્યા. બોમ્બમારા બાદ વિસ્તારમાં ચોતરફ ધૂળ, આગ અને મૃતદેહ નજરે આવ્યો. વિસ્થાપિત પેલેસ્ટાઇનના યૂસુફ અબૂ નાસેરે આ દુર્ઘટનાની ભયાનકતાને લઈને નિવેદન કર્યું છે.
આ સાથે ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) એ દાવો કર્યો છે કે તેણે ગાઝા સિટીના સબરા વિસ્તારમાં એક ટારગેટેડ એરસ્ટ્રાઈકની મદદથી હમાસના ટોચના લીડર હાકમ મોહમ્મદ ઈસ્સા અલ ઈસ્સાને ઠાર માર્યો છે. અલ ઈસ્સાને 7 ઓક્ટોબર 2023ના નરસંહારનો માસ્ટરમાઈન્ડ અને હમાસના સૈન્ય વિંગના સંસ્થાપક સભ્યોમાંથી એક મનાય છે. શિફા હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા મુજબ શુક્રવારે રાતે શરુ થયેલા હુમલા શનિવારે પણ ચાલુ રહ્યા હતા. તેના લીધે ગાઝા સ્ટેડિયમ નજીકના પેલેસ્ટાઇની શહેરમાં 12ના મોત થયા હતા. આ ઉપરાંત આશ્રય લઈ રહેલા લોકો વિસ્થાપિત થયા હતા.

 

(5:51 PM IST)