<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

૭૩ વર્ષની મહિલાના પેટમાંથી મળી સ્‍ટોન બેબી

આ અત્‍યંત રેર બનતી ઘટના છે જેમાં ભ્રૂણ કેલ્‍સિફાઇડ થઈને કડક પથ્‍થર જેવો થઈ જાય અને વર્ષો સુધી પેટમાં રહે અને એની ભનક સુધ્‍ધાં વ્‍યક્‍તિને ન આવે એવું શકય છે

 

 

ઓહાયો,તા.૦૧: નોન-એસ્‍થેટિક થિન્‍ગ્‍સ નામના અકાઉન્‍ટ પરથી સોશ્‍યલ મીડિયામાં સીટી સ્‍કેનની કેટલીક તસવીરો શેર કરીને એવું લખવામાં આવ્‍યું છે કે ૭૩ વર્ષની એક મહિલાના પેટમાંથી સ્‍ટોન બેબી મળી છે. યસ, સ્‍ટોન બેબી એટલી લિટરલી તમે એને પથ્‍થરનું કડક થઈ ગયેલું બાળક સમજી શકો છો. શું પેટમાં સ્‍ટોન બેબી બની જાય એવું શકય છે ખરું? આ સવાલનો જવાબ ફંફોસીએ તો મેડિકલ સાયન્‍સમાં એનો પુરાવો મળે છે. આ અત્‍યંત રેર બનતી ઘટના છે જેમાં ભ્રૂણ કેલ્‍સિફાઇડ થઈને કડક પથ્‍થર જેવો થઈ જાય અને વર્ષો સુધી પેટમાં રહે અને એની ભનક સુધ્‍ધાં વ્‍યક્‍તિને ન આવે એવું શકય છે. મેડિકલ વિશ્વમાં અત્‍યાર સુધીમાં આવા લગભગ ૩૦૦ જેટલા કેસ નોંધાયા છે. મોટા ભાગે આવા કેસ વળદ્ધોમાં વધુ જોવા મળે છે.  એમાં ભ્રૂણ ગર્ભાશયને બદલે પેટમાં ડેવલપ થાય છે. ભ્રૂણ પ્રજનન માર્ગ અને ગર્ભાશયની કૅવિટી છોડીને પેટના ભાગના પોલાણમાં કઈ રીતે પહોંચે છે એ હજી સુધી સમજી નથી શકાયું, પણ જ્‍યારે આવું થાય ત્‍યારે ભ્રૂણ આપમેળે મરી જાય છે. એનું પહેલું કારણ એ કે પેટના પોલાણમાં પૂરતો બ્‍લડ-ફ્‌લો નથી હોતો એટલે ભ્રૂણ બચી નથી શકતો. વળી ત્‍યાંથી ભ્રૂણને બહાર કાઢવાનું શરીર માટે કુદરતી રીતે શકય નથી બનતું. એને કારણે બોડી એને ફૉરેન ઑબ્‍જેક્‍ટ સમજીને સાઇડલાઇન કરી નાખે છે અને એ રોજિંદી કામગીરીમાં કનડે નહીં એ માટે એના પર કેલ્‍સિફિકેશન થવા લાગે છે. ભ્રૂણ પર કડક પરત ચડી જતી હોવાથી એ પથ્‍થર જેવો કડક બની જાય છે એટલે એ સ્‍ટોન બેબી કહેવાય છે.(૪૦.૮)

(9:38 AM IST)