<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

માત્ર સફરજન રાખવા માટે બેગ બનાવીઃ કિંમત અધધધ ૩૨,૦૦૦ રૂપિયા

પેરિસ,તા.૦૩: ફ્રેન્‍ચ લક્‍ઝરી ફેશન હાઉસ હર્મીસે જસ્‍ટ ફોર ફન એપલના શેપની બેગ લોન્‍ચ કરી છે. કંપનીનું કહેવું છે કે ભલે ફન માટે બનાવી હોય, પરંતુ એ ફંક્‍શનલ અને ફેબ્‍યુલસ છે. આ બેગની સાઇઝ એક લાર્જ સાઇઝના સફરજન જેવડી જ છે. અંદરથી સ્‍ટીલ જેવું ફિનિશિંગ છે અને માથે સફરજનની પાંદડી જેવી ડિઝાઇન પણ છે. એમાં માત્ર એક સફરજન જ સમાઈ શકે એમ છે, બીજું કંઈ જ નહીં. એમ છતાં આ બેગની કિંમતમોં ફાડી નાખે એવી છે. ૩૨,૦૦૦ રૂપિયાની આવી બૅગ કોણ ખરીદશે?(૪૦.૧૧)

(10:14 AM IST)