તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
રશિયાને સામે આ મુસ્લિમ દેશ પડ્યો
અઝરબૈજાન સાથે રશિયાના તણાવ વધી રહ્યા હોવાની માહિતી:બને દેશો હતા એક સોવિયેત સંઘનો હિસ્સો:ગંભીર રાજદ્વારી વિવાદમાં ફસાયા હોવાના સમાચાર

નવી દિલ્હી: રશિયા અને અઝરબૈજાન વચ્ચે હાલમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ બંને દેશો એક સમયે સોવિયેત સંઘનો હિસ્સો હતા અને લાંબા સમયથી એકબીજાના નજીકના સહયોગી રહ્યા છે, પરંતુ હવે તેઓ ગંભીર રાજદ્વારી વિવાદમાં ફસાઈ ગયા છે. આ તણાવની શરુઆત કેટલીક ખાસ ઘટનાઓથી થઈ છે, જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોને ઊંડો ઘા પહોંચ્યો છે. અઝરબૈજાન વિશે અમે તમને જણાવી દઈએ કે, ભારત સાથે આ દેશના સંબંધો પણ સારા નથી. અઝરબૈજાન ખુલ્લેઆમ ભારતના દુશ્મન દેશ એટલે કે પાકિસ્તાનને સમર્થન કરે છે. ચાલો સમજીએ કે આ તણાવ કેમ અને કેવી રીતે વધ્યો, અને તેની પાછળના કારણો શું છે. 27 જૂનના રોજ રશિયના યેકાતેરિનબર્ગ શહેરમાં રશિયન પોલીસે અઝરબૈજાની મૂળના લોકો સામે એક મોટો દરોડો પાડ્યો હતો. આ દરોડો 2000ના દાયકાની કેટલીક હત્યાઓની તપાસ માટે હતો, જેમાં અઝરબૈજાની ગુનાહિત ગેંગ સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બે અઝરબૈજાની ભાઈઓ, હુસેન અને ઝિયાદ્દીન સફારોવનું કસ્ટડીમાં મોત થઈ ગયું. અઝરબૈજાનનો દાવો છે કે, રશિયન પોલીસે બંનેને ક્રૂરતાથી માર માર્યો અને ત્રાસ આપ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. બીજી તરફ રશિયાનું કહેવું છે કે એકનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું, અને બીજા મૃત્યુની તપાસ ચાલી રહી છે. અઝરબૈજાને તેને 'ઇરાદાપૂર્વકની હત્યા' અને 'ત્રાસ' ગણાવ્યો, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ ભડકી ઉઠ્યો છે.
આ ઘટનાના જવાબમાં અઝરબૈજાને બાકૂમાં રશિયન સરકાર દ્વારા સંચાલિત મીડિયા આઉટલેટ 'સ્પૂતનિક અઝરબૈજાન'ની ઑફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં સ્પૂતનિકના બે વરિષ્ઠ પત્રકારો ઈગોર કાર્તાવિખ અને યેવગેની બેલોસોવ સહિત 7 રશિયન નાગરિકોની ધરપકડ કરી લીધી હતી. તેમના પર છેતરપિંડી, ગેરકાયદેસર વ્યાપાર અને મની લોન્ડ્રિંગ જેવા આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત લગભગ 15 અન્ય રશિયન નાગરિકોને ડ્રગ તસ્કરી અને સાયબર અપરાધના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા. રશિયાએ આ ધરપકડને અયોગ્ય અને બદલો ગણાવી, જેના કારણે વિવાદ વધુ ઘેરાયો.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
