તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ન્યુજર્સી એરપોર્ટ પર ટેકઓફ સમયે સર્જાઈ દુર્ઘટના
શકાય ડાઇવિંગ માટે લઇ જતું એક વિમાન તૂટી પડ્યું:15લોકો પ્લેનની અંદર સવાર હોવાના સમાચાર

નવી દિલ્હી: ન્યૂજર્સીમાં ક્રોસ કીઝ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વાસ્તવમાં ટેકઓફ દરમિયાન એક સ્કાય ડાઈવિંગ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યુ છે, જેમાં 15 લોકો સવાર હતા. આ દુર્ઘટના બુધવારે સાંજે 5:30 વાગ્યા આસપાસ ઘટી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5:30 વાગ્યે ક્રીઝ એરપોર્ટ પર સેસના 208 બી વિમાન એરપોર્ટ પર ટેકઓફ કરી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ આ જાણકારી આપી છે.
FAAના જણાવ્યા પ્રમાણે ક્રેશ થયેલા વિમાનનો ઉપયોગ સ્કાય ડાઈવિંગ માટે કરવામાં આવી રહ્યો હતો અને ક્રેશ સમયે તેમાં 15 લોકો સવાર હતા. ગ્લુસેસ્ટર કાઉન્ટી ઈમરજન્સી મેનેજમેન્ટે આ ઘટનાને એક મોટી ઘટના ગણાવી છે.
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ ઘાયલ વ્યક્તિઓને કેમડેનના કૂપર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બીજી તરફ આ દુર્ઘટનાન કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
