તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
ઈટાલીના મિલાન એરપોર્ટ પર વિમાનના એન્જીનમાં માણસ ખેંચાઈ જવાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી
35 વર્ષીય શખ્સનું વિમાન એન્જીનમાં ખેંચાઈ જવાથી ઘટનાસ્થળેજ મોત:આ શખ્સ રનવે પર દોડી રહ્યો હોવાની માહિતી:મૃતકની શોધખોળ હજુ સુધી ચાલુ

નવી દિલ્હી: : ઈટાલીના મિલાનમાં ગઈકાલે મંગળવારે એક ભયાવહ દુર્ઘટના બની છે. ઓરિયો અલ સેરિયો એરપોર્ટ (બર્ગામો એરપોર્ટ) પર 35 વર્ષીય એક શખ્સ ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા વિમાનના એન્જિનમાં ખેંચાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતું.
ઈટાલીના ટોચના અખબારમાં પ્રકાશિત સમાચાર અનુસાર, આ શખ્સ રનવે પર ઝડપથી દોડી રહ્યો હતો. ત્યારે ત્યાં ઉભેલા વોલોટિયા એરલાઈન્સના એરબસ A319 વિમાનની એન્જિનની ઝપેટમાં આવી ગયો હતો. દુર્ઘટના સમયે વિમાન સ્પેનના એસ્ટ્રિયાસ જવા માટે પુશબેકની પ્રક્રિયામાં હતું. પુશ બેક એવી પ્રક્રિયા છે, જેમાં વિમાનને ગેટથી ટેક્સીવે તરફ પાછળ ધકેલવામાં આવે છે.
રિપોર્ટ્સ અનુસાર, મૃતકે એરપોર્ટ ટર્મિનલમાં ખોટી દિશામાંથી કાર સાથે પ્રવેશ કર્યો હતો. બાદમાં કાર ત્યાં જ પાર્ક કરી અરાઈવલ એરિયા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ અચાનક રનવે પર દોડવા લાગ્યો હતો, અને આ અકસ્માત સર્જાયો હતો. હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી કે, મૃતક પેસેન્જર હતો કે, એરપોર્ટનો કોઈ કર્મચારી હતો.
વોલોટિયા એરલાઈને આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કર્યુ હતું કે, મૃતકનો ફ્લાઈટ કે એરલાઈન સાથે કોઈ સંબંધ ન હતો. વોલોટિયાની આ ફ્લાઈટમાં સવાર 154 પેસેન્જર અને 6 ક્રૂ સભ્યોને કોઈ નુકસાન થયુ નથી. હાલ તમામને સાયકોલોજિકલ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
