<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ટ્ર્મપે બજેટ ઘટાડતા નાસાના બે હજાર કર્મચારીઓની થઇ શેક છે છટણી

નાસામાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી થવા જઈ રહી હોવાની સંભાવના:નાસાનું બજેટ અડધું કરી નાખ્યું હોવાની ચર્ચા:2હજાર કર્મચારીઓ પર પડી શકે છે તેની અસર

નવી દિલ્હી: નાસામાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી થવા જઈ રહી હોવાની સંભાવના છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હવે નાસાનું બજેટ અડધું કરી નાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ ચર્ચા બાદ હવે નાસાના સીનિયર સ્ટાફને છૂટા કરવામાં આવી રહ્યાં છે. લગભગ 2000 કર્મચારીઓ પર એની અસર પડી રહી છે. એના કારણે સાયન્ટિફિક અને એરોસ્પેસ કોમ્યુનિટીમાં ઉથલ-પાથલ થઈ રહી છે. આ બજેટ ઘટાડવાને કારણે જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે એની અસર હવે નાસાના ઘણાં મિશન પર પણ જોવા મળશે. નાસામાં હવે GS-13થી GS-15ના કર્મચારીઓને છૂટા કરવાનો ટાર્ગેટ છે. એમાં સીનિયર સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ અને મેનેજરનો સમાવેશ થાય છે. આ તમામને ઘણાં દાયકાનો અનુભવ છે, પરંતુ તેમને હવે છૂટા કરવામાં આવી રહ્યાં છે. આ માટે નાસા તેમને વહેલા રિટાયર થવા માટેની સુવિધા આપી રહી છે. તેમ જ કર્મચારીઓને એક સાથે ચોક્કસ રકમ આપી છૂટા કરવામાં આવી રહ્યાં છે.

નિષ્ણાતો દ્વારા આ નિર્ણયને લઈને ચેતવવામાં આવ્યાં છે. તેમનું માનવું છે કે હ્યુમન સ્પેસફ્લાઇટ્સ, પ્લેનટરી સાયન્સ અને એન્જિનિયરિંગ માટે માહિતી અને અનુભવથી ભરપૂર સ્ટાફનું હોવું જરૂરી છે. GS-15માં નાસાના સૌથી વધુ અનુભવી કર્મચારીઓ છે. એમાંથી 875 સ્ટાફને છૂટા કરવામાં આવી રહ્યાં છે. આથી નાસાને લીડરશિપની સાથે અનુભવની પણ અછત પડશે. આ કારણસર આગળ વધવાની જગ્યાએ નાસા હવે વર્ષો પાછળ જઈ શકે છે.

(6:47 PM IST)