<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

અઘરી નોટઃ પેટ્રોલ પંપ પર પત્‍ની ભૂલી ગયો ૩૦૦ કિમી દૂર ગયા બાદ યાદ આવ્‍યું

ફ્રાન્‍સમાં એક શખ્‍સ પોતાની પત્‍ની અને દીકરી સાથે રજા માણવા માટે ગયોઃ ત્‍યારે તેની સાથે આ વિચિત્ર ઘટના બની હતી

 

 

પેરિસ તા.૧૧: મોટાભાગે આપણે કયાંક જતા હોઈએ છીએ તો કોઈ સામાન ભૂલી જતા હોય તેવું બની શકે,  પણ કોઈ પોતાની પત્‍નીને ભૂલી જાય, આ વાત ગળે ઉતરે નહીં. જો કે આવું ફ્રાન્‍સમાં એક શખ્‍સ સાથે બન્‍યું છે. આ ભાઈ પોતાની પત્‍નીને ભૂલી ગયો અને ૩૦૦ કિલોમીટર બાદ તેને આ વાત યાદ આવી. આ કહાણી ફ્રાન્‍સની છે. જ્‍યાં એક પરિવાર રજા માણવા માટે મોરોક્કો ગયો હતો. ત્‍યારે (પેટો્રલ પંપ) પર ગાડી ઊભી રાખી અને પેટ્રોલ ભરાવ્‍યા બાદ આ શખ્‍સ નીકળી ગયો. તેને એ વાતનો જરા પણ ખ્‍યાલ ન રહ્યો કે ગાડીમાં તેની પત્‍ની છે જ નહીં.

૬૨ વર્ષનો શખ્‍સ પોતાની ૨૨ વર્ષની દીકરી અને પત્‍ની સાથે મોરોક્કોમાં રજા માણવા ગયો હતો. મુસાફરી દરમિયાન કેટલીય વાર તેમણે ગેસ સ્‍ટેશનમાં રોકાઈને આરામ કર્યો. જો કે સવારે લગભગ સાડા ચાર વાગ્‍યે એક ગેસ સ્‍ટેશન પરથી નીકળતી વખતે પતિ ભૂલથી પોતાની પત્‍નીને ત્‍યાંથી ભૂલીને નીકળી ગયો અને તેને જરા પણ અંદાજ ન આવ્‍યો કે પાછળની સીટમાંકોઈ બેઠું નથી.

જ્‍યારે પતિને પત્‍નીની યાદ આવી, ત્‍યારે તે લગભગ ૩૦૦ કિમી આગળ નીકળી ચૂકયો હતો. તેથી તેણે તરત ઈમરજન્‍સી સર્વિસને ફોન કર્યો, પણ પોલીસને આ મામલો થોડો વિચિત્ર લાગ્‍યો. નવાઈની વાત એ છે કે આ શખ્‍સને એ પણ નહોતું યાદ કે તે કયા સ્‍ટેશન પર રોકાયો હતો અને તે કઈ દિશામાં જઈ રહ્યો હતો. તેણે ખાલી એટલું જણાવ્‍યું કે તેણે ઓરલિયન્‍સ નજીક બ્રેક લીધો હતો. પોલીસને આવા સમયે સૌથી પહેલા પતિ પર જ શંકા ગઈ, પણ આ મામલો કંઈક અલગ જ નીકળ્‍યો.

ફ્રાન્‍સના લાર્ડેસ વિસ્‍તારની પોલીસને આ શખ્‍સનો ફોન લગભગ સાડા આઠ વાગ્‍યે આવ્‍યો. જે ખૂબ જ ચોંકાવનારો કોલ હતો. પોલીસે તરત જ કેટલાય હાઈવે શેલ્‍ટર્સની તપાસ શરૂ કરી, પણ મહિલાનો કોઈ પત્તો લાગ્‍યો નહીં. આ મામલાની ગંભીરતા જોતાં મોબાઈલ નેટવર્ક ઓપરેટરની મદદ લીધી. આખરે મોબાઈલ સિગ્નલના લોકેશન દ્વારા મહિલા Deux-Sèvres નામના એક સર્વિસ પર હોવાનું જાણવા મળ્‍યું. જે ત્‍યાં સવારના સાડા ચાર વાગ્‍યાથી પતિની રાહ જોઈ રહી હતી. સારી વાત એ હતી કે તે બિલકુલ સુરક્ષિત હતી. આ ઘટના સાંભળવામાં જેટલી મજેદાર છે, એટલી જ અજીબ પણ હતી.(૩૮.૨)

(9:48 AM IST)