<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

હવે દાદી-નાની પણ ભાડે મળશેઃ જાપાનમાં શરુ થઈ નવી સર્વિસ

એક્‍સપર્ટનું કહેવું છે કે આ ન ફક્‍ત એક બિઝનેસ છે પણ સમાજમાં છૂટા પડેલા સંબંધોને એક કરવાનો એક પુલની માફક કામ કરશે

 

 

ટોકયો,તા.૧૮: અત્‍યાર સુધી કહેવાતું હતું કે, સંબંધો આકાશમાંથી બનીને આવે છે, આપણી મમ્‍મી કોણ હશે, આપણી દાદી કોણ હશે અથવા કોઈ પણ અન્‍ય સંબંધ હોય, તે આપણા જન્‍મ થતા પહેલા નક્કી થઈ ચુક્‍યું છે, આ સંબંધો ખરીદી શકતા નથી, પણ જાપાનમાં આ કામની પણ શરુઆત થઈ ચુકી છે.

ઓકે ગ્રાન્‍ડમાં એક એવી સેવા છે, જેમાં વૃદ્ધો ભાડે આપવામાં આવે છે. એટલે કે જો આપ એકલાપણું અનુભવી રહ્યા છો, તો આપને વૃદ્ધ લોકો જેમ કે દાદી-નાની ભાડે મળી જશે, જે ન ફક્‍ત આપને ભાવનાત્‍મક સહારો આપશે, પણ આપના ઘરના કામમાં પણ મદદ કરશે. (પ્રતિકાત્‍મક તસવીર- AI)

વિદેશી મીડિયામાં જણાવ્‍યા અનુસાર, આ સુવિધા જાપાનની રાજધાની ટોક્‍યોની એક કંપની ક્‍લાઈંટ પાર્ટનર્સે શરુ કરી છે. આ સુવિધા અંતર્ગત ૬૦-૯૪ વર્ષની દાદી અને નાનીઓને અલગ અલગ કામો માટે બોલાવી શકે છે.

આ દાદી-નાની ખાવાનું બનાવવા, સફાઈ કરવા, સંબંધોની સલાહ આપવા અથવા ખાલી વાતચીત દ્વારા આપને ભાવનાત્‍મક ટેકો આપવામાં મદદ કરી શકે છે. અમુક લોકો આ દાદીઓને લગ્ન, રમત ગમત અથવા પાર્ટીમાં પણ બોલાવે છે, જેથી ત્‍યાં એક ઘર જેવો માહોલ ઊભો થાય.

જાપાનમાં આ સેવાને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, કારણ કે અહીંની વૃદ્ધ મહિલાઓને ન ફક્‍ત કામનો મોકો આપે છે, પણ તેમને સમાજ સાથે જોડાવા અને આત્‍મનિર્ભરતાનો પણ અનુભવ કરાવે છે.

તેનાથી આ વૃદ્ધોને પણ ટેકો મળે છે, જે એકલાપણું અનુભવી રહ્યા હોય છે. આ સર્વિસની કિમતની વાત કરીએ તો લગભગ ૩૩૦૦ યેન (૬૩૦૦ રુપિયાથી વધારે) પ્રતિ કલાક છે. આ ઉપરાંત ૩૦૦૦ યેન ટ્રાંસપોર્ટ માટે પણ આપવામાં આવે છે.

એક્‍સપર્ટનું કહેવું છે કે આ ન ફક્‍ત એક બિઝનેસ છે, પણ સમાજમાં છૂટા પડેલા સંબંધોને એક કરવાનો એક પુલની માફક કામ કરશે. કારણ કે જાપાનની અંદર દર ૪માંથી એક શખ્‍સ ૬૫ વર્ષથી વધારેની ઉંમરનો છે. ત્‍યારે આવા સમયે Ok Grandma જેવી સુવિધા કેટલીય રીતે મદદગાર સાબિત થઈ રહી છે. (૪૦.૩)

 

(10:04 AM IST)