<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

એક શરીર, બે જિંદગીઓ... પરંતુ માત્ર એક બહેને કર્યા લગ્ન!

૨૫ વર્ષીય જોડિયા બહેનો કારમેન અને લુપિતા એન્‍ડ્રેડઃ જન્‍મથી જ એક-બીજા સાથે જોડાયેલી છે

લંડન તા.૧૮: ૨૫ વર્ષીય જોડિયા બહેનો કારમેન અને લુપિતા એન્‍ડ્રેડ, જેઓ જન્‍મથી જ એક-બીજા સાથે શરીરથી જોડાયેલી છે, પરંતુ હાલ ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કારણ ખૂબ જ ખાસ અને ભાવનાત્‍મક છે, કારમેન તેના લાંબા સમયના બોયફ્રેન્‍ડ ડેનિયલ મેકકોર્મેક સાથે લગ્ન કર્યા છે. કારમેન અને ડેનિયલ ૨૦૨૦માં ડેટિગ એપ 'હિન્‍જ' દ્વારા મળ્‍યા હતા. ગયા વર્ષે ઓક્‍ટોબરમાં બંનેએ યુએસએના કનેક્‍ટિકટમાં સાદગીથી લગ્ન કર્યા હતા.

કારમેન પોતે આ અપડેટ તેના યુટ્‍યુબ વિડીયો 'ઓવરડ્‍યુ અપડેટ' માં શેર કર્યો છે. વિડીયોમાં કારમેન પોતાના હાથ પરની લગ્નની વીંટી બતાવી અને કહ્યું, ૅહું પરિણીત છું.ૅ નજીકમાં બેઠેલી લુપિતા હસે છે અને કહે છે, ૅહું પરિણીત નથી!ૅ આનાથી સ્‍પષ્ટ થાય છે કે શરીર જોડાયેલા હોવા છતાં લાગણીઓ અને ઇચ્‍છાઓ અલગ અલગ છે.

કારમેન પરિણીત જીવન જીવવા માંગતી હતી, જ્‍યારે લુપિતા પોતાને અજાતીય માને છે અને લગ્ન કે સંબંધોમાં કોઈ રસ નથી. લુપિતાએ એમ પણ કહ્યું,  હું લગ્ન કરવા માંગતી નથી, પણ મને ખુશી છે કે કારમેનને તે મળ્‍યું જે તે શોધી રહી હતી.ૅ કારમેન અને લુપિતા કમરથી એક-બીજા સાથે જોડાયેલા છે, બન્નેની એક જ પેલ્‍વિસ અને પ્રજનન પ્રણાલી છે. જો કે, તેમના હૃદય, ફેફસાં અને પેટ અલગ છે. તેમને દરેકના બે હાથ છે પરંતુ ફક્‍ત એક પગ છે. બહેનો મૂળ મેક્‍સિકોની છે પરંતુ યુએસમાં ઉછરી છે.

કારમેને જણાવ્‍યું કે જ્‍યારે તે પહેલી વાર ડેનિયલને મળી ત્‍યારે તેને તેની અલગ અલગ શારીરિક સ્‍થિતિની કોઈ ચિતા નહોતી. તેણીએ કહ્યું, ડેનિયલએ પહેલી વાતચીતમાં મારી સ્‍થિતિ વિશે કોઈ પ્રશ્ન પૂછ્‍યો નહીં, જેના કારણે મને લાગ્‍યું કે તે અન્‍ય લોકોથી અલગ છે આ જ વાત તેને ડેનિયલ તરફ આકર્ષિત કરતી હતી.(૩૮.૨૯)

(3:26 PM IST)